
દિલ્હીથી મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો વચ્ચેના સ્ટેશનો પર ફસાઈ: જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન લીમખેડા સ્ટેશને ફસાઈ.
મેધરાજાનો બીજો રાઉન્ડ પણ ગુજરાતના કેટલાક ભાગોમાં તોફાની બેટિંગ થી શ થતા દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, વાપી, નવસારી જેવા વિસ્તારોમાં તેમજ ભચમાં વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે અને રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે રેલવે વ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે. દિલ્હી થી મુંબઈ તરફ આવતી ઘણી ટ્રેનો વચ્ચેના સ્ટેશનો પર ફસાઈ છે. ટ્રેન નંબર-૧૨૯૮૦ જયપુર થી મુંબઈ તરફ જતી છે. જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન લીમખેડા ફસાઈ હતી. ૮ કલાકથી પણ વધુ સમય સુધી લીમખેડા સ્ટેશને ફસાતા અને રેલવે પ્રશાસન દ્વારા પીવાના પાણી તથા ભોજન જેવી કોઈ સુવિધા પ્રદાન ન કરતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ જયપુર-બાંદ્રા ટ્રેન સવારે ૬ વાગે દાહોદ રેલ્વે સ્ટેશન પર આવી હતી અને દાહોદ સ્ટેશને દોઢ કલાકના રોકાણ બાદ લીમખેડા આવી હતી. સવારના ૮ વાગ્યાથી જયપુર-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન સાંજ સુધી લીમખેડા સ્ટેશન પર જ ઉભી હતી. પ્રવાસીઓની હાલાકી વધતા તંત્ર સામે ગંભીર સવાલો ઉઠવા પામ્યા હતા. મુસાફરો દ્વારા લીમખેડા રેલવે સ્ટેશનના જવાબદાર એવા સ્ટેશન માસ્તરને ટ્રેન ક્યારે ઉપડશે તે બાબતે અવારનવાર પૂછવામાં આવતા તેઓએ પણ આગળ વધુ વરસાદ હોવાને કારણે રેલવે ટ્રેક પર પાણી ભરાતા આગળથી જવાબ આવશે. ત્યારે જ ટ્રેન ઉપડશે એવો જવાબ આપતા મુસાફરો અટવાયા હતા. આવી સ્થિતિ દાહોદના રેલવે સ્ટેશન પર પણ સજાઈ હતી. દાહોદના રેલવે સ્ટેશન ઉપર પીવાના પાણી તેમજ ભોજનની પૂરતી વ્યવસ્થાના અભાવે મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો ટ્રેક પર પાણી ભરાતા કેટલીયે ટ્રેનો રદ મુંબઈ મંડલના ઘોલવડ-ઉમરગાવ રોડના રેલવે ટ્રેક પર ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થતા રેલવે વહેવાર પર તેની માઠી અસર જોવા મળી રહી છે. જેના પરિણામ સ્વપ રતલામ થઈને મુંબઈ તરફ જતી કેટલીક ટ્રેનોને રદ કરવામાં આવી છે, જેમાં રતલામ મંડળની ૧૨ ટેનોને રદ કરવામાં આવી છે. જયારે કેટલીક ટ્રેનોને સોરઠ ટર્મિનેટ અને શોર્ટ ઓરીજીનેટ કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે મુંબઈ સેન્ટ્રલ-દુરંતો, વલસાડ-હિસાર, પશ્ચિમ એક્સપ્રેસ, અવધ એક્સપ્રેસ, દેહરાદુન એક્સપ્રેસ, ગોલ્ડન ટેમ્પલ, અવંતિકા એક્સપ્રેસ, અજમેર બાંદ્રા એક્સપ્રેસ જેવી ટ્રેનોને રદ કરવામાં આવી છે. સ્ટેશન પર થયેલ બોર્ડ મૂકવામાં આવ્યું હોવા છતાં મુસાફરો અટવાયા હતા. તેમજ પીવાના પાણી અને ભોજનની પૂરતી વ્યવસ્થાના અભાવે મુસાફરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો.