દાહોદ જીલ્લામાં સર્વત્ર ધીમધારે વરસાદ

ગુજરાતના દાહોદ સહિત કેટલાક જીલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી પગલે જીલ્લાનું તંત્ર એલર્ટ મોડમાં છે. તા ૨૪ ના રોજ સવારથી જ સંપુર્ણ જીલ્લામા ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સાથે તંત્ર ધ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કોઈ ધટના સર્જાય તો તેને પહોચી વળવા માટે તાલુકા વાર કંટ્રોલ‚મ બનાવાયા છે. જો કે, આ સમાચાર લખાયા સુધી વરસાદને કારણે કોઈ બનાવ બન્યો હોવાની માહિતી મળી નથી. જીલ્લામા તા ૨૪ના રોજ સવારના ૬ કલાક થી ૧૦ કલાક સુધીમાં ફતેપુરા તાલુકામા ૩ મીમી, ઝાલોદ ૭ મીમી, લીમખેડામાં ૧૩ મીમી, દાહોદમાં ૧ મીમી, ગરબાડામાં ૨ મીમી, દેવગઢ બારીયામા ૧૧ મીમી, ધાનપુરમાં ૪ મીમી, સંજેલીમાં ૧૫ મીમી, ગોવિંદગુ‚ લીમડીમા ૨ મીમી અને સુખસર તાલુકામાં ૮ મીમી વરસાદ નોંધાયો છે. જોકે, વહેલી સવારથી જ જીલ્લામા આકાશમાં વાદળોની ફોજ ઊતરી આવી છે અને દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની સંભાવનાઓ જોવાઈ રહી છે.