દાહોદ પોલીસ કેમ્પસમાં ‘બર્ડ કાઉન્ટ’ સંપન્ન થયુ

દાહોદ સ્થિત નવજીવન સાયન્સ કોલેજ ખાતે વૈશ્ર્વિક સ્તરે ઉજવાતા “ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ (જીબીબીસી)ના ભાગ‚પે ” કેમ્પસ બર્ડ કાઉન્ટ-૨૦૨૬ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કોલેજના પ્રાણીશાસ્ત્ર વિભાગના કાર્યક્રમનો મુખ્ય હેતુ શૈક્ષણિક સંકુલમાં જોવા મળતી પક્ષીઓની વિવિધતાઓના અભ્યાસ કરી તેનુ વૈજ્ઞાનિક ઢબે દસ્તાવેજીકરણ કરવાનો હતો.

વહેલી સવારે ૭ વાગ્યે કોલેજના મુખ્ય પ્રવેશદ્વારથી પક્ષી ગણતરીનો પ્રારંભ થયો હતો. જેમાં પ્રાણીશાસ્ત્ર વિભાગના વિદ્યાર્થીઓ, અઘ્યાપકો અને પક્ષીપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા હતા. સહભાગીઓએ કેમ્પસમાં વિવિધ વિસ્તારોમાં ઝીણવટભર્યુ નિરીક્ષણ કરી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની નોંધણી કરી હતી. આ ગણતરી દરમિયાન એકત્રિત કરવામાં આવેલી તમામ માહિતીને વૈશ્ર્વિક પક્ષી ગણતરીના ડેટાબેઝમાં સામેલ કરવામાં આવશે. જે આગામી સમયમાં પર્યાવરણ અને પક્ષી સંરક્ષણના અભ્યાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. આ સમગ્ર પ્રોજેકટમાં કોલેજના કાર્યકારી આચાર્ય ડો.ગોૈરાંગ ખરાદી અને ઝુલોજી વિભાગના વડા પ્રોફેસર એન.એ.વોહરાએ માર્ગદર્શન પુ‚ પાડ્યુ હતુ. કાર્યક્રમનુ સફળ સંચાલન પ્રાઘ્યાપક અંકિતકુમાર ચોૈહાણ દ્વારા કરવામાં આવ્યુ હતુ. આ આયોજન દ્વારા વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ અને પર્યાવરણ જતનની ભાવના વધુ દ્રઢ બની હતી.