દાહોદ પરેલ સી સાઈટ રેલવે કોલોનીમાં તસ્કરોએ બંધ ક્વાર્ટરને નિશાન બનાવી રૂપિયા ૧૭હજારની મત્તાનો હાથ ફેરો કરી ગયા

દાહોદ શહેરના પરેલ સી સાઈટ રેલ્વે કોલોનીમાં ત્રાટકેલા તસ્કરો એ એક બંધ ક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું અને કવાર્ટરના દરવાજાને મારેલ તાળું ક્વાર્ટરમાં તિજોરીમાં ચાંદીના દાગીના તેમજ તેમજ ક્વાર્ટરમાં મુકેલ ગેસ સિલેન્ડર વગેરે મળી રૂપિયા ૧૭ હજારની મત્તા ચોરીને લઈ ગયાનું સત્તાવાર જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર પરમ દિવસ તારીખ ૩૧-૭-૨૦૨૬ ના રોજ દાહોદ પરેલ સી સાઈટ રેલવે કોલોનીમાં તસ્કરો ત્રાટક્યા હતા. અને ક્વાર્ટર નંબર ૨૨૫/એલમાં રહેતા રહેતા અને રેલ્વેમાં નોકરી કરતા ૪૧ વર્ષીય શૈલેષકુમાર શિવ બચ્ચન સિંઘના બંધ ક્વાર્ટરને તસ્કરો એ બનાવ્યું તે બંધ કવાર્ટરના દરવાજાને મારેલ તાળું કોઈ સાધન કે કોઈ હથિયાર વડે તોડી તસ્કરો દરવાજા વાટે ક્વાર્ટરમાં પ્રવેશ્યા હતા અને ક્વાર્ટરમાં મુકેલ તિજોરી માંથી ‚પિયા ૧૨૦૦૦/-ની કિંમતની આશરે ૦.૦૧ મિલી ગ્રામ વજનની નાકમાં પહેરવાની સોનાની ચૂની નંગ-૧, ‚પિયા ૧૦૦૦/-ની કિંમતની આશરે ૧૦ ગ્રામ વજનની પગમાં પહેરવાની ચાંદીની વિછુડી નંગ-૧ તથ ‚પિયા ૪૦૦૦/-ની કિંમતનું ગેસ સિલિન્ડર ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ઘરધણી શૈલેષકુમાર શિવબચ્ચન સિંઘે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ભારતીય ન્યાય સહિતા વરવશ ૩૦૫(એ), ૩૩૧ (૨) મુજબ ઘર ફોડ ચોરીન ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.