દાહોદ નગરપાલિકામાં ભાજપનું બોર્ડ બનવાની દિશા ઉજળી જોવા મળી રહી છે

ઉમેદવારી પત્ર તરફ ખેંચવાના અંતિમ દિવસે બપોર ના ત્રણ કલાક સુધીમાં સાત ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા.

અત્યાર સુધીમાં ભાજપની કુલ છ બેઠકો અને કોંગ્રેસની બે બેઠક બિનહરીફ બની ,ભાજપને બહુમતી માટે માત્ર ૧૩ ઉમેદવારોની જ જરૂર.

દાહોદ નગરપાલિકા ચૂંટણીનો માહોલ ચાલુ ઝંઝાગ્રસ્ત છે. નગરપાલિકાના કુલ ૯ વોર્ડોમાં આ વખતે ૧૧૬ ઉમેદવારી પત્ર ભરાયા હતા તેમાં ૨૩ અમાન્ય કરતા ૯૩ ઉમેદવારી પત્રો બાકી રહ્યા હતા. ત્યાર બાદ ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કુલ સાત ઉમેદવારોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા છે. આ ઉમેદવારો દ્વારા પરત ખેંચતા તેની સીટોનો લાભ ભાજપને મળશે, જે આ ચાર વોર્ડમાં વોર્ડ નંબર-૨ માં અને વોર્ડ નંબર-૫ માં મળી કુલ બે ઉમેદવારો ભાજપના છે. દરેક વોર્ડ માંથી એટલે એક ભાજપનો ઉમેદવાર જીતે તો આપો આપ ભાજપની બહુમતી થાય આજે કોગ્રેસના ઉમેદવાર પણ બિનહરીફ વિજેતા થતા બે ઉમેદવારો કોગ્રેસના બિનહરીફ જાહેર કર્યા હતા. તેમા ભાજપના છ ઉમેદવારો બીન હરીફ થયા છે. આમ, ભાજપના છ ઉમેદવારો બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે અને બે ઉમેદવારો કોગ્રેસના બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે.

ભાજપના છ ઉમેદવાર બિનહરીફ થતા ભાજપના હવે નગરપાલિકામાં બોર્ડ બનાવવા માટે માત્ર ૧૩ ઉમેદવારોની જ‚રત છે અને ભાજપની બોર્ડ બનવાની દિશા ઉજળી બની છે. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે વોર્ડ નંબર-૨ માં રીટા શશીકાંતભાઈ યાદવ અને લખીમાબહેન ઓમ પ્રકાશ યાદવ એ ફોર્મ પરત ખેંચ્યું છે. તેમા બોર્ડ નંબર-૨ ના ભાજપના ઉમેદવાર દર્શન જયેશભાઈ દીવાકર બિનહરીફ થયા છે, તો વોર્ડ નંબર-૫ આપ પાર્ટીના મહિલા બક્ષીપંચના ઉમેદવાર સુનિતાબેન ભરતભાઈ ચૌહાણે ઉમેદવારી પત્ર પરત ખેંચતા ભાજપના જરીટા મનોજભાઈ ચૌહાણ બિનહરીફ થયા છે. સાથે વોર્ડ નંબર-૭માં બક્ષી પંચના વોર્ડ નંબર-૯ પૂર્વ ઉમેદવાર કંચનર દીપ્તિબહેન અશ્ર્વય પાર્ટી ઉમેદવારી પત્ર પરત ખેંચ્યુ છે. બપોરના ત્રણ વાગ્યા સુધીમાં આજે કુલ સાત લોકોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યુ છે. આમ, આજે ઉમેદવારી પત્ર ખેંચવાની પ્રક્રિયા પુર્ણ થતા હવે સીધી ટક્કર રહશે.

હાલના સમયમાં ચૂંટણીમાં બિન હરીફ જાહેર થાય તે લોકપ્રિયતા નહીં, પરંતુ કાવાદાવા થી ખેલાતી છેલ્લા સમયની ગંદી રાજરમતનું પરિણામ છે.