દાહોદના નેતાજી બજારમાં ગુલમહોરના ઝાડકાપી પાડતા દોડધામ

દાહોદના ધમધમતા વ્યાપારી વિસ્તાર નેતાજી બજારમાં તા. ૧ મે ના રોજ બપોરે સાવ અચાનક ગુલમહોરના ઝાડની વિશાળ ડાળી આપમેળે ખડી પડતાં દોડધામ મચી જવા પામી હતી.

દાહોદમાં વર્ષોજુના વેપારી વિસ્તાર તરીકે જાણીતા નેતાજી બજાર ની વચ્ચોવચ ઘટાદાર વૃક્ષોની હાલમાં આવેલી છે ત્યારે તેમાંથી બરોબર મધ્ય ભાગે ઉભેલ તોતિંગ ગુલમોહરની ખૂબ મોટી ડાળ અચાનક તરડાઈને તૂટી પડી હતી. અને તેના લીધે હાઈવોલ્ટેજ લાઈન પણ તૂટી પડી હતી.

આમ, તો આ વિસ્તારમાં વાહનચાલકો અને ચાલતા આવાગમન કરતાં લોકોનો મોટી સંખ્યામાં આવરોજાવરો હોય જ છે. પરંતુ, ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે બપોરના સાડા ત્રણના સુમારે ઓછો ટ્રાફિક હતો. એટલે કોઈ જાનહાનિ કે નુકશાન નોંધાયું નથી. આ બનાવ બનતાં જ સ્થાનિક લોકોએ પાલિકા અને પોલીસ તથા વીજતંત્રને જાણ કરતા તૈયારીમાં તંત્ર દ્વારા તૂટી પડેલ વિશાળ ડાળી હટાવી ટ્રાફિક હળવો કરવાના અને વીજ તંત્ર દ્વારા વાયર જોડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ વિસ્તારના નવનિયુક્ત કાઉન્સિલર બિમલ વડવાલા પણ તૈયારીમાં મદદે દોડી ગયા હતા.