દાહોદ જીલ્લા પંચાયત ભાજપે ફરી સત્તા હાંસલ કરી બાદ આજે દાહોદની ૧૦ તાલુકા પંચાયત મા પણ ભારે ડ્રામા સાથે તમામ પંચાયતોમાં પણ ભગવો લહેરાયો ભાજપના પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામોની થઈ જાહેરાત
દાહોદ જીલ્લામાં યોજાયેલ તાલુકા પંચાયતની ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીએ તમામ તાલુકા પંચાયતોમાં સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કર્યા બાદ આજે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી.
દાહોદ જીલ્લાની તમામ તાલુકા પંચાયતમા એક ધાનપુર તાલુકામાં ટાઇ ટાઇ પડતા ચીઠ્ઠી ઉછળતા આપ પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખનું નામ આવતા તેની જાહેરાત કરવામાં આવી હતી. બાકી ૯ તાલુકા પંચાયતમાં ભાજપના કબજામાં રહી હતી.
દાહોદ જીલ્લાના તમામ તાલુકા પંચાયત ખાતે ભાજપના આગેવાનો ચૂંટાયેલ સદસ્યો અને કાર્યક્રમોની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોએ તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પોતાના ઉમેદવારી પત્રો રજુ કર્યા હતા. સમગ્ર જીલ્લામાં ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.