છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં દારૂ ના ગુનામાં પકડાયેલા સ્કોર્પિયો ગાડીની ચોરી થતાં પોલીસમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ બાબતે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગાડી ચોરીની ફરિયાદ નોંધાઈ છે.
છોટાઉદેપુર ટાઉન્ પોલીસ સ્ટેશનમાં એલસીબી પોલીસે ૧૭ જુલાઈના રોજ રાત્રિના સમયે ધેલવાંટ ગામ પાસે દાના ગુનામાં સ્કોર્પિયો ગાડી પકડી હતી. તે સ્કોર્પિયો ગાડી પોલીસ સ્ટેશનમાં જમાં કરાવી હતી. પરંતુ સ્કોર્પિયો ગાડી રાત્રિના સમયે ચોરાઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જયારે ગાડી ન મળતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગાડી ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ.મીનકાભાઈ ગીડીયા એ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.