નસવાડી તાલુકાના ચુનાખાણ ગામે છેલ્લા બે વર્ષથી ગામમાં પ્રવેશવાના માર્ગ ઉપર લો-લેવલનો કોઝ-વે તુટેલી અવસ્થામાં છે. આ કોઝ-વે ઉપર એક માસ પહેલા પુલ બનાવવા માટે ધારાસભ્ય ખાતામુર્હુત કરીને ગયા હતા. પરંતુ એજન્સીના કોન્ટ્રાકટરે કામગીરી શ નહિ કરતા આખરે ગામલોકોએ જાતે કોઝ-વેની મરામત કરી હતી.
નસવાડી તાલુકાના ચુનાખાણ ગામમાં પ્રવેશવાનો માર્ગ ઉપર કોતર આવેલુ છે. આ કોતર ઉપર વર્ષો પહેલા બનેલુ હોવાથી કોઝ-વે ધોવાઈ જતાં છેલ્લા બે વર્ષથી ગ્રામજનોને ગામમાં પ્રવેશવા માટે મુશ્કેલી પડી રહી છે. તેમજ ખેત પેદાશો ઉત્પન્ન થાય ત્યારે તેને લઈ જવા માટે પણ મુશ્કેલી પડે છે. પોતાનુ વાહન પણ ગામની બહાર મુકીને જવુ પડે છે. આ સમસ્યાને લઈને પંચાયત માર્ગ મકાન વિભાગમાં વારંવાર રજુઆતો કરતા એક માસ પહેલા પંચાયત માર્ગ મકાન વિભાગે ઈમરજન્સી વર્કમાં આ કામ લઈને ધારાસભ્યના હસ્તે નાનો પુલ બનાવવા માટે ખાતામુર્હુત કરાવ્યુ હતુ. પરંતુ ધારાસભ્ય ખાતામુર્હુત કરીને ગયા બાદ પરત ન આવતા કામગીરી શ ન થતાં ગ્રામજનોને ચોમાસામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેને લઈને તંત્રને જગાડવા માટે ગ્રામજનો ભેગા થઈને હાથમાં સાધનો લઈ આસપાસથી પથ્થરો લાવી કોઝ-વે ઉપર માટીનુ પુરાણ અને નાના નાના પથ્થરો ગોઠવીને આવવા-જવાનો રસ્તો બનાવ્યો હતો.