છોટાઉદેપુર જિલ્લાના તેજગઢમાં ખનીજ ચોરીની કાર્યવાહીમાં મામલતદારે માત્ર ૫ વાહનો જપ્ત કરી સંતોષ માની લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તેજગઢ પ્રાઈમરી સ્કુલની સામેના ભાગના વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી બે હિટાચી મશીન તેમજ કુલ પાંચ વાહનો જપ્ત કરાયા હતા. જેમાં ચાર વાહનો સ્થ્ળ પરથી એક રેતી ભરેલુ વાહન આત્રોલી નજીકથી ઝડપી પાડવામાં આવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે આ મામલે સત્તાવાર રીતે કેટલાક લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ખનીજ વિભાગ દ્વારા આગળ શુ પગલા લેવામાં આવશે તે અંગે રાહ જોવામાં આવી રહી છે.