બાલાસિનોરના જનોડમાં દિપડો દેખાતા ગ્રામજનોમાં ભય

બાલાસિનોર તાલુકાના જુના જનોડ ગામની સીમમાં એક દિપડો આવ્યો હોવાની ધટના સામે છે. જેના પગલે ગ્રામજનો અને ખેડુતોમાં ભયનો માહોલ ફેલાયો છે. વન વિભાગની ટીમે સ્થળ પર આવી તપાસ કરીને દિપડાને પકડવા માટે પાંજ‚ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

બાલાસિનોરના જુના જનોડ ગામની સીમમાં ગતરોજ એક દિપડો આવી ચઢ્યો હતો. દિપડાને ‚બ‚ જોનાર ખેડુતોના જણાવ્યા અનુસાર રાત્રિના ૧ થી ૩ વાગ્યાની આસપાસ બે કલાક માટે દિપડો આ વિસ્તારમાં રોકાયો હતો. પશુનો શિકાર કરવા માટે દિપડો આવ્યો હોવાની શકયતા છે. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના સુત્રોએ સ્વિકાર કરતા જણાવ્યુ છે કે, જુના જનોડના સીમ વિસ્તારમાં દિપડાના પગના નિશાન જોવા મળ્યા છે. એટલે આ વિસ્તારમાં દિપડાની હાજરી હોવાની વાત સાચી છે જેના પગલે અહિં પાંજ‚ ગોઠવવાની દિપડાને પકડવા માટે કવાયત હાથ ધરી છે.