છોટાઉદેપુરમાંપર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીનું રાજ્યમાં પ્રાયોગિક ધોરણે ટ્રાયલ

છોટાઉદેપુર માર્ગ અને મકાન વિભાગ દ્વારા “ઇકોફિક્સ કોલ્ડમિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને રસ્તાના પેચવર્કની કામગીરી પ્રાયોગિક ધોરણે શ‚ કરવામાં આવી છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગે પર્યાવરણને અનુકૂળ આ નવી ટેકનોલોજીનું ટ્રાયલ શ‚ કર્યું છે.

આ પેચવર્ક કામગીરી બોડેલી નજીક સંખેડા-માંકણી-બોડેલી રોડ અને સીહોદ-સીથોલ-વદેસીયા-વાંકી રોડ પર શ‚ કરવામાં આવી છે. “ઇકોફિક્સ કોલ્ડમિક્સ ટેકનોલોજી CSIR-CRRI અને રામુકા ગ્લોબલ દ્વારા વિકસાવવામાં આવી છે. આ પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ વેસ્ટમાંથી બનેલું રેડી-ટુ-યુઝ મટિરિયલ છે.

આ પદ્ધતિથી માત્ર ૨૦ મિનિટમાં પેચવર્ક કરી શકાય છે. તેની મુખ્ય વિશેષતા એ છે કે તેને પાણી ભરેલા ખાડામાં પણ સીધું લગાવી શકાય છે. આમાં બિટ્યુમિન ગરમ કરવાની કે ટેક કોટની જ‚ર પડતી નથી, જેના પરિણામે ઓછું ઉત્સર્જન થાય છે અને પેચ પર તરત જ વાહન વ્યવહાર શ‚ કરી શકાય છે.

આ ટેકનોલોજી સ્ટીલ ઉદ્યોગના કચરાનો ઉપયોગ કરીને કાર્બન ફૂટપ્રિન્ટમાં ૩૦ ટકાનો ઘટાડો કરે છે અને કુદરતી એગ્રીગેટની બચત કરે છે. તે ટકાઉ, ઓછા ખર્ચે અને દરેક હવામાનમાં કાર્યક્ષમ ઝડપી સમારકામ પૂ‚ં પાડે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, જો આ ટેકનોલોજી સફળ રહેશે, તો તેને જીલ્લાભરમાં અપનાવવામાં આવશે.