
ચોમાસાની ઋતુમાં વરસાદના વિરામ બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકરવાની શક્યતાઓને ધ્યાનમાં રાખીને, બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાં નગરજનોના આરોગ્યની સુખાકારી માટે સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં યુદ્ધના ધોરણે ફોગિંગ, પાવડર છંટકાવ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી શ કરવામાં આવી છે. ખાબોચિયાં, ગટર લાઈનો, ખુલ્લા પ્લોટ અને ગીચ વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવને ડામવા માટે સફાઈ અને આરોગ્ય વિભાગની ટીમો સતત કાર્યરત છે.
આ તકે નગરજનોને અપીલ કરવામાં આવે છે કે, તેઓ પોતાના ઘરની આસપાસ ગંદકી કે પાણી ભરાવા ન દે, જૂના ટાયર કે ભંગારમાં ભરાયેલા વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ કરે અને સ્વચ્છતા જાળવી પાલિકાની આ રોગચાળા નિયંત્રણ કામગીરીમાં પોતાનો સંપૂર્ણ સહકાર આપે.