
અમદૃાવાદૃમાં કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં વિકાસના કામ હાથ ધરવામાં આવશે. નરેન્દ્ર મોદૃી સ્ટેડિયમની આસપાસ આવેલા આસારામ આશ્રમની ૫૦૦ કરોડની જમીન પર ૩૨ જેટલા ગેરકાયદૃેસર દૃબાણ કરવામાં આવ્યા છે તેને દૃૂર કરવામાં આવશે. આસારામ આશ્રમને દૃબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે.
અમદૃાવાદૃ શહેરમાં ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. શહેરમાં કોમનવેલ્થ ગેમ્સને ધ્યાન રાખી સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવી રહૃાું છે. વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદૃી ક્રિકેટ સ્ટેડિયમની આસપાસ પણ સ્પોર્ટ્સ સંકુલ ફેઝ-૨નું કામ શ થવાનું છે જે અંતર્ગત આસારામ આશ્રમમાં આવેલા ગેરકાયદૃેસર દબાણ દૃૂર કરવામાં આવશે. આસારામ આશ્રમમાં ૫૦૦ કરોડની જમીન પર ૩૨ જેટલા ગેરકાયદૃેસર દબાણ છે તેને દૃૂર કરવા માટે અમદૃાવાદૃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવી છે.
લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે, સરકારી જગ્યા પર ગુડા એક્ટ અંતર્ગત કોઇ પણ પ્રકારનું સ્ટ્રક્ચર હોય તો ગુડા એક્ટ અંતર્ગત કરવામાં આવેલી કોઇપણ અરજી કે ઇમ્પેક્ટ અરજી સરકારી જમીન પર હોય તો રેગ્યુલાઇઝ કરી શકાતું નથી. ઇમ્પેક્ટ ફીની અરજીઓ અત્યારે રિજેક્ટ કરવામાં આવી છે અને જે અરજી અત્યારે પેન્ડિંગ છે એ તમામ કિસ્સાની અંદૃર કોર્પોરેશન તરફથી વકીલ હાજર રહૃાા હતા. આ તમામ અપીલનું ઝડપથી નિકાલ થાય અને ડેવલપમેન્ટનો રસ્તો મોકળો થાય એ પ્રકારના તમામ પ્રયાસો કરવાની સૂચના આપવામાં આવી છે.
આસારામ આશ્રમમાં ૩૨ એકમો સરકારી જગ્યા પર ઉભા કરવામાં આવ્યા છે, તે તમામને નોટિસ આપવામાં આવી છે. આ ૩૨ એકમો દ્વારા ઇમ્પેક્ટની અરજી કરાઇ હતી. આ અરજી કોર્પોરેશન દ્વારા નામંજૂર કરવામાં આવી છે. અરજી નામંજૂર થતા દૃબાણકર્તા દ્વારા ગુડામાં અરજી કરવામાં આવી છે. આ અરજીનો ઝડપથી નિકાલ થાય અને દૃબાણ દૃૂર થાય તે માટે એએમસી દ્વારા ઝડપી કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. આ તમામ ઇન્સ્ટ્રક્શન પશ્ર્ચિમ ઝોનમાં આવેલા છે.