
જુનાગઢ શહેરના સુખનાથ ચોક વિસ્તારમાં રહેતી ગેંગના તમામ સભ્યોએ શહેરમાં ભારે આતંક ફેલાવીને ગેરકાયદૃે પ્રવૃત્તિઓની સાથે હત્યાની કોશિશ અને ખંડણી જેવા અપરાધોમાં સામેલ હોવાની વિગતો પાછલા એક દૃશકમાં નોંધાયેલી. વર્ષ ૨૦૧૫થી લઈને ૨૦૨૫ના એક દૃસકામાં ગેમ્બલર ગેંગ સામે ૧૪ જેટલી એફઆઇઆર નોંધાઈ ચૂકી છે, જેમાંથી ૮ અપરાધોમાં આ ગેંગના તમામ સભ્યો સામેલ હોવાને કારણે તેમજ તાજેતરમાં ૪૫૦ કરોડ જેટલા મ્યુલ એકાઉન્ટના કિસ્સામાં પણ ગેમ્બલર ગેંગ સંડોવાયેલી હોવાની વિગતો પોલીસને મળતા બુધવારે પોલીસે ગુજસીટોક અંતર્ગત ૪ આરોપીની અટકાયત કરી છે.
જુનાગઢની ગેમ્બલર ગેંગ સામે ગુજસીટોકનો દૃંડો ઉગામ્યા બાદૃ જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદૃરાએ મધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, પાછલા એક દૃસકા દૃરમિયાન ગેમ્બલર ગેંગના ૪ સાગરીત અસલમ કુરેશી ઉર્ફે ગેમ્બલર, અબાસ ઈબ્રાહીમ કુરેશી, શાહબાઝ કુરેશી અને કરીમ સીડા નામના ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.
ઝડપાયેલા આરોપીની પોલીસ તપાસ દૃરમિયાન હત્યાનો પ્રયાસ, ખંડણી, ધાક ધમકી આપી સરકારી તેમજ ખાનગી જમીન પચાવી પાડવી અથવા તો તેના પર ગેરકાયદૃે કબજો કરવો, હથિયાર ધારા, સરકારી અધિકારી અને કર્મચારીની ફરજમાં રુકાવટ તેમજ પોલીસ પર હુમલો કરવો જેવા અનેક ગુનાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ અંતર્ગત પણ સમન્વય પોર્ટલ પર ૪૫૦ કરોડ પિયાની હેરાફેરીના કિસ્સામાં પણ ગેમ્બલર ગેંગની સીધી સંડોવણી સામે આવતા પોલીસે તમામ ચાર આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શ કરી છે.
પોલીસ પકડમાં રહેલા અસલમ કુરેશી સામે ૦૫, અબાસ કુરેશી સામે ૧૨, શાહબાઝ કુરેશી સામે ૦૫ અને કરીમ સીડા સામે ૦૮ મળીને કુલ ૧૪ જેટલી એફઆઇઆર વર્ષ ૨૦૧૫થી લઈને ૨૦૨૫ના દૃસ વર્ષના સમય માં નોંધાઈ છે. જેમાં આઠ અપરાધોમાં આ તમામ આરોપીઓ એક સાથે સામેલ હોવાની વિગતો પણ પોલીસને મળતા પોલીસે તમામ સામે ગુજસીટોકની કાર્યવાહી કરી છે.