અંબાજીમાં છેલ્લા બે વર્ષમાં ૪૮ લાખ માઈભક્તોએ ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો

શક્તિપીઠ અંબાજીમાં ચાલતા અંબિકા અન્નક્ષેત્રને આજે બે વર્ષ પૂર્ણ થવા જઈ રહૃાા છે જ્યાં ચાલતી નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાને વ્યાપક આવકાર મળી રહૃાો છે જેમાં છેલ્લા બે વર્ષમાં ૪૮ લાખ માઈભક્તોએ ભોજન પ્રસાદૃ ગ્રહણ કરી ધન્યતા અનુભવી છે.

અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૨ જાન્યુ. ૨૦૨૪ના રોજ યોજાયો હતો. આ દિૃવસે જ માઈભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તે માટે શ્રી આરાસુરી અંબાજી માતા દૃેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજીમાં સુવિધા શરુ કરાઈ હતી. જ્યાં દરરોજના સરેરાશ અંદૃાજિત ૭,૦૦૦થી વધુ માઈભક્તો ભોજન પ્રસાદૃનો નિ:શુલ્ક લાભ લે છે. આ અંગે અંબિકા અન્ન ક્ષેત્ર દૃાતાઓની કમિટીના સભ્ય હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, બે વર્ષમાં કુલ ૪૮ લાખથી વધુ માઈભક્તોએ ભોજન પ્રસાદૃનો લાભ લીધો છે અને દિૃવસે દિૃવસે ભક્તોની સંખ્યા અવિરત વધી રહી છે. ભાદૃરવી પૂનમ મહામેળા દૃરમિયાન મંદિૃર ટ્રસ્ટ અને સંસ્થાઓ દ્વારા ૩.૪૧ લાખ યાત્રિકોને ભોજન પ્રસાદૃ આપવામાં આવ્યો હતો. અંબાજીધામ દિૃવાળીથી પાંચમ સુધીના દિૃવસમાં યાત્રિકોથી ઉભરાયું હતું. ત્યારે ભોજનાલયમાં પણ યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી હતી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ દિૃવસમાં અઢી લાખથી પણ વધુ યાત્રિકોએ નિ:શુલ્ક ભોજન પ્રસાદૃનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, અંબિકા અન્નક્ષેત્રના રસોડામાં તૈયાર થતી રસોઈને દૃરરોજ ચાંદૃીના ટિફિનમાં ભરીને સૌપ્રથમ મા અંબાને થાળ સ્વરુપે ધરાવવામાં આવે છે. જ્યારે સવારે આરતીમાં માતાજીને ધરાવવામાં આવતો બાળ ભોગનો પ્રસાદ શ્રી અંબિકા અન્નક્ષેત્રમાં સવારના અને સાંજના બંને સમયે તૈયાર થતી રસોઈમાં ભેળવીને માઈભક્તોને ભોજન પ્રસાદ પીરસવામાં આવે છે.

અંબાજી ખાતે માઈભક્તોને નિ:શુલ્ક ભોજન પ્રસાદૃ મળી રહે તે માટે જિલ્લાના તત્કાલીન કલેક્ટર અને મંદિૃર ટ્રસ્ટના ચેરમેને પ્રાયોગિક ધોરણે ત્રણ માસ માટે શ્રી જલિયાણ ફાઉન્ડેશનને અંબિકા ભોજનાલયનું સંચાલન આપ્યું હતું. તેના ટ્રસ્ટીઓએ આ સેવાનું બીડું ઝડપીને સાડા ચાર માસ સુધી નિ:શુલ્ક ભોજન પ્રસાદ માઈભક્તોને પીરસ્યો હતો. જેમાં કુલ ૮.૫૬ લાખ માઈભક્તોએ લાભ લીધો હતો. ત્યારબાદૃ છેલ્લા બે વર્ષમાં શ્રી આરાસુરી અંબાજી માતા દૃેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શ્રી અંબિકા અન્નક્ષેત્ર શરુ કરાતાં માઈભક્તોને એક સુવિધાજનક વ્યવસ્થા સાથે પ્રસાદૃનો લાભ પ્રાપ્ત થઈ રહૃાો છે.