દાહોદ શહેરની લોકમાતા દૂધિમતિ નદીના કાંઠે આવેલ દધીચી આશ્રમ એવા મુક્તેશ્ર્વર ધામ – દૂધેશ્ર્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં પિતૃ તર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ બાબા દિલીપભાઈ મહારાજના સાનિધ્યમાં કરવામાં આવ્યો હતો. દૂધેશ્ર્વર મહાદેવ સેવા સમિતિના સેવકો દિલીપભાઈ મહારાજ, આદિત્યભાઈ, મનોજભાઈ, જામુભાઈ સહિત અન્ય સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
પિતૃ અમાવસ્યા, સર્વ પિતૃ મોક્ષ અમાવસ્યા અને શનિશ્ર્વરી અમાવસ્યા – પિતૃઓને વિદાય આપવાનો આ છેલ્લો દિવસ હોવાથી આ પવિત્ર દિવસે દાનનું અનેરૂ મહત્વ છે.