મોરવા(હ)ના વાડોદર ગામે યુવક-યુવતિએ અગમ્યકારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરવા(હ) તાલુકાના વાડોદર મુવાડા ફળીયામાં રહેતા યુવક-યુવતિએ તા.૨૯ સપ્ટેમ્બરના રોજ કોઈ અગમ્ય કારણોસર વાડોદર ગામે કોતર નજીક આંબલીના ઝાડની ડાળીએ ગળે ફાંસો ખાઈ આપધાત કરી મરણ ગયાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.

મોરવા(હ) તાલુકાના વાડોદર મુવાડા ફળીયામાં રહેતા સંતોકબેન ભારતભાઈ નાયક ઉ.વ.૧૬, રાકેશભાઈ બાબુભાઈ નાયક ઉ.વ.૧૭ એ તા.૨૯ સપ્ટેમ્બરના રોજ કોઈ અગમ્યકારણોસર લાગી આવેલ હોય જેથી વાડોદર મુવાડા ફળીયામાં લાવેલ કોતર નજીક આંબલીના ઝાડની ડાળીએ દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી નાખેલ હોય આ બાબતે મોરવા(હ) પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.