ગોધરા શહેર ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ફરિયાદ મહિલાને બ્યુટી પાર્લરનો ધંધો કરતા હોય જેઓને તા.૨૩ સપ્ટેમ્બરના રોજ અજાણ્યા ઈસમે આર્મી ગૃપ એન.સી.સી. ગોધરાની ઓળખ આપી હતી. તા.૨૪ નારોજ આર્મીનો પ્રોગ્રામ છે તો સ્ટાફની ૨૦ લેડીઝને બ્યુટી પાર્લરમાં તૈયાર કરવાની છે. તેમ કહી વિશ્ર્વાસમાં લીધા હતા અને તેઓએ સ્કેનર માંગતા સ્કેનર મોકલેલ જે સ્કેનર ફરિયાીએ સ્કેન કરતા ફરિયાદીના બીઓબી બેંકના એકાઉન્ટ માંથી રૂ.૭૯,૯૯૮/-નું ઓનલાઈન ઉપાડી લઈ ફ્રોડ કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા બામરોલી રોડ ગાયત્રીનગરમાં રહેતા વર્ષાબેન વિજયભાઈ શર્મા જે બ્યુટી પાર્લરનો ધંધો કરતા હોય તા.૨૩ સપ્ટેમ્બરના રોજ મો.નં.૮૯૩૮૯૨૬૮૬૬ના અજાણ્યા ધારકે ફોન કર્યો હતો અને પોતાની ઓળખ આર્મી ગૃપ એન.સી.સી. ગોધરા તરીકે આપી હતી અને તા.૨૪/૦૯/૨૦૨૬ના રોજ આર્મીનો પ્રોગ્રાહ છે તો અમારા સ્ટાફની ૨૦ લેડીઝને બ્યુટી પાર્લરમાં તૈયાર કરવાની છે અને કેટલા પૈસા લો છો તેમ કહી વિશ્ર્વાસમાં લીધા હતા અને વિશ્ર્વાસમાં આવીને સ્કેનર માંગતા સ્કેનર મોકલેલ હતી. જે સ્કેનર ફરિયાદી મહિલાએ સ્કેન કરતા તેમના બીઓબી બેંક એકાઉન્ટ બામરોલી રોડ માંથી રૂા.૪૯,૯૯૯/-, ૧૫,૦૦૦/-, ૧૪,૯૯૯/- મળી કુલ રૂ.૭૯૯૮/-ઓનલાઈન ઉપાડી લઈ વિશ્ર્વાસધાત છેતરપિંડી ફ્રોડ કર્યાની ફરિયાદ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.