ગોધરા શહેરમાં આરોપી વીરેન પરમાનંદ લાલવાણીએ સહઆરોપી સાથે મળી રૂ.૧૯,૯૯,૯૯૭/-લાખના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ગુનામાં જયુડીશીયલ કસ્ટડીમા: હોય આરોપીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. આ જામીન અરજીની સુનાવણી હાથ ધરતા કોર્ટે જામીન અરજી નામંજુર કરી છે.
ગોધરા શહેરમાં રહેતા આરોપી વીરેન પરમાનંદ લાલવાણીએ સહઆરોપી સાથે મળી ફળીયાના ધરમાં ચોરી કરી હતી. જેમાં સોનાના દાગીના મળી કુલ રૂ.૧૯,૯૯,૯૯૭/-ની મત્તાની ચોરી કરી હતી. આરોપી વિદ્ધ એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આરોપી વીરેન પરમાનંદ લાલવાણીએ કોર્ટમાં રેગ્યુરલર જામીન અરજી મુકવામાં આવી હતી. આ જામીન અરજી એડીશનલ સેશન્સ જજ આર.આર.પટેલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરએ વિગતવાર દલીલો કરતાં દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી વીરેન પરમાનંદ લાલવાણીની રેગ્યુલર જામીન અરજી નામંજુર કરવામાં આવી છે.