ગોધરા બી ડીવીઝન પોલીસ મથક પર હુમલો અને પોલીસ ચોકી નં.૪માં ભોગફોડના ગુનાના મુખ્ય આરોપી ઝાકીર અહેમદ ઝભાના જામીન નામંજુર કરતી મુખ્ય કોર્ટ

ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ ચોકી અને પોલીસ ચોકી નં.૪માં ભાગફોડ કરનાર ટોળાને ભડકાવનાર મુખ્ય આરોપી જાકીર અહેમદ ઝભાએ જામીનઅ રજી કોર્ટમા: મુકેલ હતી. જેની સુનાવણી કોર્ટમાં હાથ ધરતા જામીન અરજી નમાંજુર કરવામાં આવી છે.

ગોધરા શહેર બી ડીવીઝન પોલીસ મથક પર હુમલો-હુલ્લડ કરી પોલીસ ચોકી નં.૪માં ભાગફોડ કરી સરકારી દસ્તાવેજોને સળગાવી દેનાર ટોળાને ભડકાવનાર મુખ્ય અરાોપી ઝાકીર અહેમદ ઝભા અને ટોળા વિરૂદ્ધ બી ડીવીઝન પોલીસ મથકે રાયોટીગ ના ગુનો નોંધાયેલ હતો. આરોપીને ઝડપી જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હોય આરોપી ઝાકીર અહેમદ ઝભાએ પંચમહાલ જીલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં જામીન અરજી મુકેલ હોય આ જામીન અરજી કોર્ટમાં ચાલતા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોર દ્વારા વિગતવાર દલીલો કરી હતી. જેમાં બી ડીવીઝન પોલીસ મથક પર હુમલો યોજનાબઘ્ધ કાવતરું હતું. હિન્દુઓના ધાર્મીક તહેવાર શ‚ થઈ રહ્યા હતા. તે સમયે ખોટી રીતે અશાંતિ ઉભી કરવા કૃત્ય કરેલ હોય આરોપીએ આડકતરી રીતે રાજ્યની અને દેશની અખંડીસતા અને અસ્મીતાને ઠેસ પોંચાડવાનું કૃત્ય કરેલ તેવી દલીલોને જીલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજે ગ્રાહ્ય રાખી આરોપી ઝાકીર અહેમદ ઝભાના જામીન અરજી નામંજુર કરવામાં આવી.