
અમદાવાદમાં મોડી રાત સુધી થતા ઘોંઘાટથી નાગરિકોની પરેશાની વધી રહી છે. છેલ્લા ૧૦ મહિનામાં ૧૧૨ ઇમરજન્સી હેલ્પલાઇન પર અવાજ પ્રદૃૂષણ અંગે ૧૭,૦૫૦ ફરિયાદો નોંધાઈ છે. આ પ્રમાણે શહેરમાં દરરોજ સરેરાશ ૫૫થી વધુ ઇમરજન્સી કોલ અવાજની સમસ્યા અંગે આવી રહૃાા છે.
નાગરિકોનો આક્ષેપ છે કે રાત્રે ૧૦ વાગ્યા બાદ પણ પાર્ટી પ્લોટ, ડીજે સાઉન્ડ સિસ્ટમ અને કેટલાક ઔદ્યોગિક એકમોમાંથી આવતા અવાજને કારણે ઊંઘમાં ખલેલ પડે છે. કેટલાક રહેણાંક વિસ્તારોમાં અવાજનું સ્તર મંજૂર મર્યાદા કરતાં નોંધપાત્ર રીતે વધુ હોવાની ફરિયાદૃો પણ સામે આવી છે.
શહેરના પશ્ર્ચિમ વિસ્તારમાં િંસધુ ભવન રોડ, એસજી હાઇવે, બોડકદૃેવ, સેટેલાઇટ, વસ્ત્રાપુર અને પ્રહલાદૃનગર જેવા વિસ્તારોમાં પાર્ટી પ્લોટ, ક્લબ અને ઓપન-એર કેફેમાંથી મોડી રાત સુધી અવાજ આવતો હોવાની ફરિયાદો છે. પૂર્વ વિસ્તારમાં બાપુનગર, નિકોલ, ઓઢવ, નરોડા, અમરાઈવાડી અને વટવામાં સરઘસ, ઉત્સવો અને ઔદ્યોગિક એકમોના અવાજ અંગે ફરિયાદો નોંધાઈ રહી છે.
વટવા જીઆઇડીસી, નરોડા જીઆઇડીસી, ઓઢવ જીઆઇડીસી, ચાંગોદૃર અને કઠવાડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં ભારે મશીનરી, રાત્રિના લોિંડગ-અનલોિંડગ અને ભારે વાહનોના અવાજને લઈને નાગરિકો પરેશાન છે. જૂના શહેરના કાલુપુર, દરિયાપુર, શાહપુર અને જમાલપુરમાં સામાજિક પ્રસંગો તથા ટ્રાફિકના હોર્નથી થતો અવાજ પણ ફરિયાદૃનું કારણ બન્યો છે.
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો મુજબ રહેણાંક વિસ્તારમાં દિૃવસ દરમિયાન ૫૫ ડેસિબલ અને રાત્રે ૪૫ ડેસિબલની મર્યાદૃા છે. ઔદ્યોગિક વિસ્તારમાં રાત્રે ૭૦ ડેસિબલની મર્યાદૃા નક્કી કરવામાં આવી છે.
નિયમો હોવા છતાં તેનો અમલ કેટલો થાય છે? કાર્યક્રમોને મંજૂરી આપતી વખતે સ્થળ તપાસ અને અવાજના સ્તરની ચકાસણી થવી જોઈએ, પરંતુ વ્યવહારમાં આ પ્રક્રિયા સામે પણ સવાલો ઉઠી રહૃાા છે. હવે શહેરવાસીઓ રાત્રિના ઘોંઘાટ સામે વધુ કડક કાર્યવાહી અને નિયમોના અસરકારક અમલની માગ કરી રહૃાા છે.