ગોધરામાં ગણેશ મહોત્સવ માટે તૈયારીઓની જિલ્લા કલેકટરે સમીક્ષા બેઠક કરી

આગામી ગણેશ મહોત્સવ-૨૦૨૬ની શાંતિપુર્ણ અને સુચા‚ ઉજવણી માટે પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંબંધિત વહીવટી અધિકારીઓ તેમજ ગણેશ મહોત્સવના વિવિધ આયોજકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કલેકટરે ગણેશજીની મુર્તિની મહત્તમ ઉંચાઈ, નિયત ડેસિબલ મુજબ જ મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ, વિસર્જન માટે ક્રેનની વ્યવસ્થા, અને વિસર્જન ‚ટ સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન પુ‚ પાડ્યુ હતુ. આ ઉપરાંત વિસર્જનના સમય પાલન અને વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ જાહેરનામાંના ચુસ્ત અમલીકરણ અંગે આયોજકોને જ‚રી આદેશો અને સુચનાઓ આપી હતી.