છોટાઉદેપુુર ડી.ડી.ઓ.નસવાડી તાલુકાની મુલાકાતે આવતા ધારસીમલ જુથ ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામજનોએ વિવિધ પ્રશ્ર્ને ઉગ્ર રજુઆત કરી હતી. ગ્રામ પંચાયત કચેરીમાં કનેટિવિટી ન આવતા આવક-જાતિના દાખલા માટે મુશ્કેલીના પ્રશ્ર્નો ઉઠ્યા હતા. તેમજ આના કારણે લોકોના અગત્યના કામો પણ અટકાવવાની સાથે ધરપધકકા પડતા હોવાની ફરિયાદ કરી હતી.
નસવાડી તાલુકામાં ઉંડાણના ગામડાઓમાં અનેક સુવિધાઓથી વંચિત ગામડાઓની મુલાકાતે છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી આવ્યા હતા. જેમાં નસવાડી તાલુકાના ધારાસીમલ ગામે જિલ્લા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લેતા આ ગ્રામ પંચાયતમાં ૬ જેટલા ગામો કુંડા, હરખોડ, નિશાના, ધારાસીમલ, ઉડેટ અને નલીયાબારી ગામોમાં ૪ હજાર જેટલી વસ્તી છે. દુર દુરથી ગ્રામ પંચાયતમાં આવક, જાતિ તેમજ અન્ય દાખલાઓ કઢાવવા આવે છે ત્યારે ઓનલાઈન કનેક્ટિવિટી ચાલતી ન હોવાથી લોકો હેરાન પરેશાન થાય છે. કલાકો સુધી ઉભા રહેવુ પડે છે. અને નેટ શ થાય તો લોકોને ધરમ ધકકા ખાવા પડે છે. જયારે આ સમસ્યાથી લોકો થાકી ગયા હતા. જેને લઇને જિલ્લા વિકાસ અધિકારીને આક્રમક રજુઆત કરી હતી. નસવાડી તાલુકાના કુંડા ગામે મુલાકાતમાં આંગણવાડી ઝુપડામાં ચાલતી હોવાનુ જિલ્લા વિકાસ અધિકારીના સામે આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમજ કુંડાથી નલિયાબારી તેમજ તેતરકુંડીથી ધારસીમલનો રસ્તો કાચો હોવાથી પાકા રસ્તાની પણ લોકોએ રજુઆત કરી હતી.