દાહોદમાં પાંચ ગાડીઓ લઈ વેચી મારનાર ધાનપુરનો કોન્સ્ટેબલ ગભરામણના બહાને દાહોદના લોકઅપમાંથી બહાર નીકળી ફરાર

અમદાવાદથી કાર રેન્ટલ એજન્સી પાસે કાર ભાડે લઈ બારોબાર વેચી નાંખવાના કોૈભાંડમાં સંડોવાયેલો ધાનપુર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થતાં દોડધામ મચી જવા પામી હતી. બેદરકારી માટે બે પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

ધાનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા અને મુળ ગોધરા જૈન સોસાયટી, ભુરાવાવનો કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકીએ તેના સાથીદારો રૂદ્રપાલસિંહ સોલંકી અને રાજ ભરવાડ સાથે મળી પોલીસની ઓળખનો ઉપયોગ કરી અમદાવાદ સ્થિત ગોવિંદ જુમ એપ પર કાર રેન્ટલ એજન્સીનો વિશ્ર્વાસ જીત્યો હોવાનો આક્ષેપ છે. ત્રણેયે તપાસના કામે જ‚રી હોવાનુ જણાવી આશરે ‚.૪૨ લાખની પાંચ જેટલી મોંઘીદાટ કારો ભાડે મેળવી બાદમાં બારોબાર વેચી નાંખી છે. આ મામલે કાર રેન્ટલ એજન્સીના માલિકની ફરિયાદના આધારે દાહોદ એ-ડીવીઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે બાદ જીતેન્દ્રસિંહ સહિત ત્રણેય આરોપી ફરાર થયા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્રસિંહ સોલંકીની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી હતી. તેને દાહોદ એ-ડીવીઝન પોલીસ મથકે લાવ્યો હતો. રાતના સમયે લોકઅપમાં રહેલા જીતેન્દ્રસિંહને છાતીમાં દુ:ખાવો અને ગભરામણ થતી હોવાનુ જણાવી બહાર કાઢવાની માંગ કરી હતી. ફરજ પર હાજર પી.એસ.ઓ.ભરતભાઈ ખુમાનભાઈ તથા કોન્સ્ટેબલ દિપક વિઠ્ઠલભાઇએ તેને લોકઅપમાંથી બહાર કાઢી બાંકડા પર બેસાડ્યો હતો. આ દરમિયાન બંને પોલીસ કર્મચારીઓની નજર ચુકવી આરોપી જીતેન્દ્રસિંહ સોલંકી વહેલી સવારે આશરે ૪.૩૦ થી ૫ વાગ્યાની વચ્ચે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હતો. ધટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ પોલીસ ટીમો દ્વારા શોધખોળ હાથ ધરી છે. પોલીસે ફરાર જીતેન્દ્રસિંહ સોલંકી સામે કસ્ટડીમાંથી ફરાર થવા બદલ વધુ એક ગુનો નોંધ્યો છે. ફરજમાં બેદરકારી દાખવવા બદલ પી.એસ.ઓ.ભરતભાઈ ખુમાનભાઈ અને કોન્સ્ટેબલ દિપક વિઠ્ઠલભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.