ઝાલોદ પોલીસે ૯ ખોવાયેલા મોબાઇલ શોધી મૂળ માલિકોને પરત આપ્યા

CEIR પોર્ટલ અને આઈટી એક્સપર્ટ જાબીરભાઈ ભાભોરની ટેકનિકલ કામગીરીથી રૂ. ૧.૪૮ લાખથી વધુના મોબાઇલ રિકવર.

ગુજરાત પોલીસના ’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશને વધુ એક પ્રશંસનીય કામગીરી કરી છે. CEIR (Central Equipment Identity Register)પોર્ટલ તથા આધુનિક ટેકનિકલ સર્વેલન્સના ઉપયોગથી ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા, ગુમ થયેલા અને ખોવાયેલા કુલ ૯ મોબાઇલ ફોન, જેની અંદાજીત કિંમત રૂ.૧,૪૮,૬૨૨ થાય છે, તે સફળતાપૂર્વક શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

આ કામગીરી પંચમહાલ રેન્જ, ગોધરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધી ચૌધરી તથા દાહોદ જીલ્લાના પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન અને સૂચનાના અનુસંધાને હાથ ધરવામાં આવી હતી. તેમજ ઝાલોદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ ઝાલોદ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સતત ટેકનિકલ તપાસ ચલાવવામાં આવી હતી.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગામીતના માર્ગદર્શન હેઠળ આઈટી એક્સપર્ટ જાબીરભાઈ ભાભોર તથા ઝાલોદ પોલીસ સ્ટેશનની ટેકનિકલ ટીમે ઈઊઈંછ પોર્ટલ પર ઉપલબ્ધ માહિતીનું સચોટ વિશ્લેષણ કરી આધુનિક ટેકનિકલ સોર્સના આધારે મોબાઇલ ફોનનું લોકેશન ટ્રેસ કર્યું હતું. સતત ટેકનિકલ વર્કઆઉટ અને મહેનતના પરિણામે કુલ ૯ મોબાઇલ ફોન સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યા હતા.

ત્યારબાદ ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલના મૂળ માલિકોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી જ‚રી ચકાસણી બાદ તેમના મોબાઇલ પરત સોંપવામાં આવ્યા હતા. પોતાનો ગુમ થયેલો મોબાઇલ પરત મળતા અરજદારોના ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી અને તેમણે ઝાલોદ પોલીસ તથા ખાસ કરીને આઈટી એક્સપર્ટ જાબીરભાઈ ભાભોર સહિત સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઝાલોદ પોલીસની આ કામગીરીએ “પોલીસ પ્રજાની મિત્રના સૂત્રને ફરી એકવાર સાર્થક કર્યું છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગ અને ટીમવર્ક દ્વારા પ્રજાની મિલકત સુરક્ષિત રાખવાની પોલીસની પ્રતિબદ્ધતા આ કામગીરીમાં સ્પષ્ટ જોવા મળી હતી.

આ કામગીરીમાં નોંધપાત્ર યોગદાન આપનાર અધિકારી-કર્મચારીઓ:

પોલીસ ઇન્સ્પેક્ટર આર.જે. ગામીત, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.કે. સીસોદિયા,પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.પી. ડામોર, આઈટી એક્સપર્ટ જાબીરભાઈ ભાભોર, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ શંકરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ કુંવરસિંહ શ્રવણસિંહ,પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ પ્રતાપભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ વીરજીભાઈ.

ઝાલોદ પોલીસ સ્ટેશનની આ સફળ કામગીરીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ટેકનોલોજી, કુશળ ટેકનિકલ ટીમ અને આઈટી એક્સપર્ટ જાબીરભાઈ ભાભોરની મહેનતના સંકલનથી ગુમ થયેલી મિલકત ઝડપથી શોધી પ્રજાને પરત આપવી શક્ય બની છે.