મહિસાગરના કોઠંબાના ગાયત્રી મંદિર રોડ પર એક વર્ષ પહેલા બનાવેલ ગટરના ઢાંકણા ચોમાસાના પ્રારંભે તુટ્યા

મહિસાગર જિલ્લાના તાલુકા મથક કોઠંબાના ગાયત્રી મંદિર રોડ પર કોન્ટ્રાકટર દ્વારા બનાવાયેલી ગટર લાઈન અત્યંત તકલાદી સાબિત થઈ છે. ગટરના ઢાંકણા સ્થાને તુટી ગયા છે. અને કોન્ટ્રાકટર દ્વારા રોડની કામગીરી પણ પોલીસ સ્ટેશન સામે ચોકડી પર અધુરી મુકવામાં આવી છે.

હાલમાં વરસાદી પાણી ભરાઈ રહે છે. ગાયત્રી મંદિર રોડ એ કોઠંબાનો પ્રવેશદ્વાર છે. જે વ્યસ્ત માર્ગ છે. શાળાના બાળકો, વૃદ્ધો, અને વાહનચાલકોની અવર જવર દિવસ-રાત સતત ચાલુ રહે છે.તુટેલા ઢાંકણા અને આજુબાજુના સ્થાનિકોને નડતર‚પ આ ગટર કોઈપણ સમયે મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી ભિતી લોકોમાં છે. સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે, કામગીરી દરમિયાન ગુણવત્તા જળવાઈ ન હતી. નબળા મટીરીયલસના ઉપયોગના કારણેથોડા જ સમયમાં ઢાંકણા તુટી ગયા છે. તેમજ કોન્ટ્રાકટર દ્વારા રોડ અને ગટરની કામગીરી અધુરી મુકી દેવામાં આવી છે. પ્લાનિંગ વગર બનાવેલ ગટર જોખમી બની ગઈ છે. રોડ ઉપર ત્રણ ફુટનુ પુરાણ કર્યા બાદ ગટરનુ લેવલ જળવાય છે. જેના કારણે રોડ સાંકડો બની ગયો છે. વરસાદના પાણીના નિકાલ માટે બનાવેલી ગટર જ હવે લોકો માટે માથાનો દુ:ખાવો બની ગઈ છે.જેથી તુટેલા ગટરના ઢાંકણા તાત્કાલિક બદલી નબળી કામગીરી કરનાર કોન્ટ્રાકટર સામે તપાસ કરી કાર્યવાહી કરવા સ્થાનિકો દ્વારા ઉગ્ર રજુાત કરવાની ચિમકી ઉચ્ચારી છે.