સંતરામપુરના માનગઢ ખાતે પર્યટન સ્થળે બટકવાડા ગામના ત્રણ યુવાનો જોખમી સ્ટંટ કરતા વિડીયોના આધારે પોલીસની કાર્યવાહી

સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે પર્યટન અને ફરવા લાયક સ્થળ ઉપર બટકવાડા ગામના ત્રણ યુવાનો જોખમી સ્ટંટ કરીને પોતાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો આ ઘટનાની સંતરામપુર પોલીસને જાણ થતા જ તાત્કાલિક પોલીસે વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક આ ત્રણ યુવાનોને બાઈક સાથે ઝડપી પાડ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલા હતા. આ ત્રણેય યુવાનોને સંતરામપુરના પી.આઈ. દંડ આપેલો હતો અને પોલીસ સ્ટેશનની બહાર જ ત્રણે યુવાનોને જાહેરમાં જ આવ આવા જોખમી સ્ટંડો બીજી વાર ન કરે યુવાનોની માફી માંગવાનું આવી લીધી આવી ઘટનાઓ લઈને પોલીસે હવે તમામ બાઈક ચાલકો અને માનગઢ અન્ય સ્થળો ઉપર બાયપાસ જેવા ચાપતી નજર રાખેલી છે ત્રણેય યુવાનોની બાઈકો પણ ડીટેઇન કરાઈ હતી.

મહિસાગર જીલ્લાના આદિવાસી સમાજના પવિત્ર અને ઐતિહાસિક ધામ માનગઢ ખાતે ત્રણ યુવકો દ્વારા મોટરસાઇકલ વડે જોખમી સ્ટંટ કરવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પવિત્ર સ્થળની મર્યાદા ભંગ કરતા અને જાહેર સુરક્ષા જોખમાવતા આ વીડિયોને ધ્યાને લઈને સંતરામપુર પોલીસ સ્ટેશનના ઙઈં અસોડા તથા તેમની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા ઝડપી કામગીરી કરીને સ્ટંટ કરનાર બટકવાડા ગામના ૩ યુવકોની ઓળખ કરી તેમની અટકાયત કરવામાં આવી છે.

કાયદાકીય કાર્યવાહી: બાઇક ડિટેઇન: સ્ટંટ માટે ઉપયોગમાં લેવાયેલી ૩ મોટરસાઇકલોને કાયદા મુજબ ડિટેઇનકરવામ આવી છે.

કાયદાકીય જોગવાઈઓ હેઠળ આરોપીઓ પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો છે અને પવિત્ર ધામની મર્યાદા જાળવવા તેમજ ભવિષ્યમાં આવી ભૂલ ન કરવા બદલ યુવકો પાસે જાહેર માફી મંગાવવામાં આવીછે.