હાલોલ-ગોધરા રોડની ત્રણ સોસાયટીઓમાં રાત્રિના સમયે હથિયારો સાથે તસ્કરોએ ધુસી લાખોની ચોરીને અંજામ આપ્યો

હાલોલના ગોધરા રોડ પર આવેલી સનસિટી સાકાર, ક્ષરઆર્ય અને ગજાનંદ સોસાયટીના બંધ મકાનોને બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરી કરી ભાગતી વખતે પ્રતિકાર કરનાર સિકયુરિટી ગાર્ડ પર પથ્થરમારો કરી તિક્ષ્ણ હથિયારો સાથે પાંચ તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. ધટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોધરા રોડ પર આવેલી સનસિટી સાકાર સોસાયટીમાં બંધ મકાન નં.-૩ અને ૮૪ ને બુકાનીધારી તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં ૮૪ નંબરમાં રહેતા સાઉથ ઈન્ડિયન પરિવાર મકાન બંધ કરી વતનમાં ગયા હતા. તસ્કરો ધરમાં રહેલ લાખોની રોકડ સોનાની લંગડીઓ સહિત લાખોના મુદ્દામાલની ચોરી કરી હોવાનુ જાણવા મળ્યુ છે. તસ્કરો ચોરી કરી ભાગતાસમયે સિકયુરિટી જવાને પ્રતિકાર કરતા તસ્કરોએ પથ્થરમારો કરી વધુ ભય ફેલાવ્યો હતો. ચોરીની ધટનામાં પાંચ જેટલા બુકાનીધારી હાથમાં ધારિયા જેવા તિક્ષ્ણ હથિયારો સાથે સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયાહતા. આ સોસાયટીમાં રાત્ર સતત સિકયુરિટી ગાર્ડનો પહેરો સહિત હાલોલ ટાઉન પી.આઈ.દેસાઈ સહિત હાલોલ કોર્ટના જજ રહેતા હોય તેમ છતાં આટલી મોટી ચોરીને અંજામ આપી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંકયો છે. તસ્કરોએ નજીકમાં આવેલ ક્ષરઆર્ય સોસાયટીના બે મકાનો અને ગજાનંદ સોસાયટીના એક મકાનને પણ નિશાન બનાવી ચોરીને અંજામ આપતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ધટનાની જાણ થતાં ૧૧૨ જનરક્ષકની ટીમ આવી પહોંચી સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. અને આગળ તપાસ હાથ ધરી હતી.