સંખેડાના કાવીઠામાં હડકાયા કૂતરાનો આતંક ૧૦-૧૨ લોકોને બચકા ભર્યા

સંખેડા તાલુકાના કાવીઠા ગામે ગત રાત્રિએ એક હડકાયા કૂતરાએ આતંક મચાવ્યો હતો. કૂતરાએ ગામમાં સૂતેલા ૧૦ થી ૧૨ લોકોને બચકા ભર્યા હતા, જેના કારણે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.

આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક સંખેડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઘાયલોમાં રમેશભાઈ ગેમાભાઈ નાયક (ઉંમર ૬૦-૭૦ વર્ષ) ને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે.

હડકાયા કૂતરાએ માત્ર મનુષ્યોને જ નહીં, પરંતુ ગાય અને ભેંસ સહિતના પશુઓને પણ બચકા ભર્યા હતા. આ ઘટના બાદ ગામના નાના બાળકો બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ હડકાયા કૂતરાને પકડીને વશમાં લેવાની માંગ કરી છે, જેથી ગામમાં પ્રવર્તમાન ભય અને દહેશતનો માહોલ દૂર થઈ શકે.