
ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસ મહાનિદેશક જી.એસ.મલિકની સૂચનાથી સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. મહીસાગર જીલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જી.આઈ.ડી.સી.ના ગોડાઉન પર એસ.એમ.સી.ની ટીમે દરોડો પાડીને કરોડોરૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એસ.રાજપૂત અને તેમની ટીમે બાલાસિનોર GIDCના પ્લોટ નં-ઈં-૧, ઈં-૩ ખાતે આવેલા ગોડાઉનમાં ચાલતા પ્રોહિબિશન કટિંગ પર રેડ કરી હતી. આ સફળ ઓપરેશન દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ: કુલ ૪૧,૬૦૦ નંગ બોટલ/બીયર ટીન ૧,૫૬,૮૧,૧૨૦ અને કુલ ૩ વાહન કિંમત ૩,૨૮,૩૦,૦૦૦ સાથે મોબાઈલ ફોન નંગ ૮ નંગ જેની કિંમત ૩,૬૬,૦૦૦ અને રોકડારૂપિયા ૧૭,૭૩૦ અન્ય સામગ્રી પશુ આહાર ભરેલ બેગ નં-૧૫૦ સહિત અન્ય મુદ્દામાલ ૩,૭૫૦ મળીને કુલ મુદ્દામાલ ૧,૮૬,૨૪,૮૫૦ સાથે ૦૭ આરોપીઓની ધરપકડ કરીને પોલીસે મોટી સફળતા મેળવી છે. ત્યારે બે બાળ કિશોર અને ૧૬ વોન્ટેડ પોલીસે આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી ૦૭ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ ૦૨ બાળ કિશોર મળી આવ્યા છે. આ ઉપરાંત દારૂનો જથ્થો મંગાવનાર સહિત અન્ય ૧૬ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.