પંચમહાલ જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ૪૮ સભ્યોની સર્વાનુમતે રચના સમિતિઓ બનશે

ગોધરા ખાતે પંચમહાલ જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં સર્વાનુમતે કુલ ૪૮ સભ્યોની રચનાને મંજૂરી આપવામાં આવી હતી.

આ બેઠક ગોધરા સ્થિત જીલ્લા પંચાયત હોલમાં યોજાઈ હતી. જીલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જીલ્લા પ્રમુખ મયંક દેસાઈએ અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. સભા દરમિયાન પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ, જનસુવિધાઓ અને વિવિધ પ્રગતિલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

આ ૪૮ સભ્યો આગામી સમયમાં જીલ્લાના વિકાસલક્ષી કાર્યોને વધુ વેગ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. આ બેઠક બાદ આવતીકાલે જીલ્લા પંચાયતની વિવિધ મહત્વપૂર્ણ સમિતિઓની રચના કરવામાં આવશે.

નવી સમિતિઓના ગઠનથી જીલ્લાના વિકાસકાર્યો અને વહીવટી પ્રક્રિયાને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.