સંખેડા તાલુકાની સગીરા સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મના મામલે પોલીસ ફરિયાદ

સંખેડા તાલુકાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે. સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ સગીરા થોડા દિવસો અગાઉ ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી નહોતી. પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. બાદમાં સગીરા મળી આવતા પરિવારજનો તેને ઘરે લઈ આવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ સગીરાએ પોતાની સાથે થયેલી ઘટનાની જાણ પરિવારને કરી હતી.

ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એક યુવકે સગીરાને ફોસલાવી પોતાની સાથે લઈ જઈ તેની મરજી વિ‚દ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

પોલીસે માતાની ફરિયાદના આધારે પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.