છોટા ઉદેપુરમાં પ્રભારી મંત્રીએ પી.એમ. મોદીના ૧૨ વર્ષ થવા પર ૧.૨૦ લાખ વૃક્ષનું વાવેતર કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે છોટા ઉદેપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીલ્લાના પ્રભારી મંત્રી મનીષાબેન વકીલ, સાંસદ જશુભાઈ રાઠવા અને સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજના દિવસે જીલ્લામાં કુલ ૧.૨૦ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

છોટા ઉદેપુરના વાઘસ્થળ ખાતે ’હરિયાળું છોટા ઉદેપુર’ અભિયાન અંતર્ગત આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. પ્રભારી મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, આજે ૧.૨૦ લાખ વૃક્ષોનું વાવેતર કરાશે અને સમગ્ર વર્ષ દરમિયાન જીલ્લામાં ૧૨ લાખ છોડ રોપવાનો લક્ષ્યાંક છે.

આ પ્રસંગે એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન પણ યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા કાર્યોની પ્રદર્શની પણ ગોઠવવામાં આવી હતી. સરકારના કાર્યો અને સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ‚પે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.