નસવાડી જુથ ગ્રામ પંચાયતમાં ૧૫માં નાણાંપંચની ગ્રાન્ટ ૪૨ લાખ પિયા ૨૦૨૫/૨૬ ની આવીને પડી રહી છે. પરંતુ તાલુકા પંચાયત દ્વારા ગ્રામ પંચાયત પાસે આયોજન મંગાવ્યુ હતુ. જે તાલુકા પંચાયતમાં કામ કરતા કર્મચારીઓએ આયોજન ઓનલાઈન ન ચઢાવતા નસવાડી જુથ ગ્રામ પંચાયતને તાલુકા પંચાયત દ્વારા આ ગ્રાન્ટ વાપરવા માટે મંજુરી આપશે નહિ.
નસવાડી તાલુકામાં ૬૦ ગ્રામ પંચાયતોમાં ૧૫માં નાણાંપંચ યોજનામાં તાલુકા પંચાયત દ્વારા વહીવટદારના શાસન વખતે વિકાસના કામો કરવા માટે આયોજન મંગાવ્યુ હતુ. નસવાડી જુથ ગ્રામ પંચાયતે પણ ૪૨ લાખ પિયાનુ આયોજન તાલુકા પંચાયતને ૧૫માં નાણાંપંચ યોજનામાં કામોની દરખાસ્ત ઠરાવ કરીને આપી હતી. નસવાડી તાલુકા પંચાયતમાં આવેલી ૧૫માં નાણાંપંચની શાખા દ્વારા ૫૯ ગ્રામ પંચાયતોના આયોજન ઓનલાઈન ચઢાવી દીધા હતા. જયારે નસવાડી જુથ ગ્રામ પંચાયતનુ આયોજન ઓનલાઇન વેબ સાઈટ ઉપર ન ચઢાવતા કામો ઓનલાઈન ન બતાવતા આપેલા ૪૨ લાખ પિયા હાલ બેંકમાં પડી રહ્યા છે. તાલુકા પંચાયત વહીવટી મંજુરી ન આપે ત્યાં સુધી આ ગ્રાન્ટ વાપરી શકાશે નહિ. નસવાડીની ૫૯ ગ્રામ પંચાયતોમાં ચુંટણી પુરી થતાની સાથે જ વિકાસના કામો શ થઈ ગયા છે. ઓનલાઈન વેબસાઈટ ઉપર કામો બતાવવા માટે હવે ગાંધીનગર સુધી ગ્રામ પંચાયતના સત્તાધિશોને લાંબા થવુ પડશે.