આજના સમયમાં આપણે વાહન ચલાવવા માટે લાયસન્સની જર પડે છે. પરંતુ શુ તમે કયારેય સાંભળ્યુ છે કે, રસ્તા પર ચાલવા માટે પણ સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી હોય…?હાલમાં સોશિલય મીડિયા પર ૧૯૫૬ના સમયનુ એક અત્યંત દુર્લભ ‘વોકિંગ લાયસન્સ’ વાયરલ થઈ રહ્યુ છે. જે તે સમયના મુંબઈ(તત્કાલિન બોમ્બે)ના કડક કાયદા અને વ્યવસ્થાની ઝલક આપે છે.
વાયરલ થયેલા આ દસ્તાવેજ મુજબ ૧૪ એપ્રિલ ૧૯૫૬ ના રોજ બોમ્બે પોલીસ એકટ-૧૯૫૧ હેઠળ અરવિંદ વી.દેશપાંડે નામના વ્યક્તિને આ લાયસન્સ આપવામાં આવ્યુ હતુ. તેઓ કુબાલા વિસ્તારમાં રહેતા હતા. આ લાયસન્સમાં માત્ર નામ જ નહિ, પણ ચાલવાની રીત અને ટની પણ સ્પષ્ટ નોંધ કરી છે.
ચાલવાની શૈલી ‘બ્રિસ્ક’ એટલે કે, ઓફિસના ધસારા સમયે ઝડપથી ચાલવાની મંજુરી. ચાલવાનો ટ કુલાબા ફોર્ટથી વી.ટી. અને ત્યાંથી પરત. તેઓએ ચાલતી વખતે શુઝ(બુટ)પહેરવા ફરજિયાત હતા. તેઓને દિવસના ૧૦ માઈલ સુધી ચાલવાની મર્યાદા આપવામાં આવી હતી. જેની ફી તે સમયે ૨ પિયા લેવામાં આવતી હતી. આ લાયસન્સમાં કેટલીક શરતો પણ લખેલી છે. જો કોઈ વ્યક્તિ લાયસન્સમાં મંજુરી આપ્યા વગર રસ્તા પર દોડતો પકડાય તો તેને દંડ કરવાની જોગવાઈ હતી. આ ઉપરાંત વગર કારણે રસ્તા પર રખડપટ્ટી કરવા પર પણ પ્રતિબંધ હતો. લાયસન્સમાં હેલ્થ રિમાર્ક તરીકે લખાયુ છે કે, ધારક સવારની લટાર અને હળવી ગપસપ કરવા માટે શારીરિક રીતે યોગ્ય છે. આ લાયસન્સ પર કુલાબા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરનો સિકકો અને સહી પણ જોવા મળે છે. તે સમયે મુંબઈમાં ભીડભાડવાળા વિસ્તારોમાં વ્યવસ્થા જાળવવા અને ફુટપાથ પર શિસ્ત જાળવવા માટે કદાચ આવા નિયમો હોઈ શકે છે. આ જુનુ લાયસન્સ જોઈને લોકો આશ્ર્ચર્ય વ્યકત કરી રહ્યા છે કે, તે જમાનામાં ચાલવા જેવી સામાન્ય ક્રિયા માટે પણ કેટલા ચોકકસ નિયમો બનાવ્યા હતા.