બોડેલીના ઝાબ નરવાણીયા સીમમાં સુપડી ડુંગર પાસે વૃક્ષ પર પરિણીત યુવકને ગળેફાંસો ખાઈ આપધાત

બોડેલી તાલુકાના ઝાબ નરવાણીયા સીમ વિસ્તારમાં આવેલ સુપડી ડુંગર પાસે હાલોલ તાલુકાના રાણીપુરા ગામના ૨૩ વર્ષના પરિણીત યુવકે વૃક્ષની ડાળીએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હતો.

અમીતભાઈ રાજેશભાઈ પરમાર પત્નિ ઉષાબેન સાથે અમદાવાદમાં નોકરી કરી પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. ઉષાબેન દસ દિવસ અગાઉ પોતાના પિયરમાં પાવીજેતપુર તાલુકાના લીંબાણી ગામે સામાજિક પ્રસંગે આવી હતી. તે બાદમાં અમીતભાઈ પણ પત્નિને મળવા સાસરીમાં આવી બે દિવસ રોકાયા હતા. સોમવારે સવારે અમીતભાઈએ પત્નિનુ કહ્યુ કે, હું ધરે જાઉં છુ તેમ કહી બાઈક લઈ નીકળ્યા હતા. પોતાના ધરે જવાના બદલે તેઓ ઝાબ નરવાણીયા સીમમાં આવેલ સુપડી ડુંગર વિસ્તારમાં પહોંચી ગયા હતા. જયાં બાઈક રસ્તા પાસે મુકી વૃક્ષ પર દોરડાં વડે ગળેફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી લીધુ હતુ. આ ધટનાની જાણ થતાં પાવીજેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. યુવકે આ પગલું કયા કારણોસર ભર્યુ તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.