વિરપુર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ગેરરિતી અને ખરાબ આયોજન સામે વ્યાયામ મંડળનો વિરોધ

વિરપુર તાલુકામાં યોજાઈ રહેલા તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં આયોજનની મોટા પાયે ખામીઓ સામે આવી છે. વિરપુર તાલુકાના ખાટા સ્કુલ ખાતે યોજાયેલી વોલીબોલની સ્પર્ધામાં મેદાનની સ્થિતિ અત્યંત બિસ્માર અને બિન-વિશ્ર્વસનીય હોવા છતાં ત્યાં રમતોનુ આયોજન કરી દેવામાં આવ્યુ છે.

જિલ્લા રમત-ગમત અધિકારી(ડીએસઓ)દ્વારા આવા બિન ઉપયોગી મેદાન ધરાવતી સંસ્થાઓને રમતોની ફાળવણી કરી દેવામાં આવી છે. કોઈપણ સ્થાનિક પ્રતિનિધિ કે રમતવીરોને યોગ્ય સુવિધા આપ્યા વગર, જાણે માત્ર કાગળ પર આયોજન પુ‚ કરી દેવાનો વહીવટી ખેલ રચાયો હોય તેવો ધાટ સર્જાયો છે. આ સમગ્ર આયોજન દરમિયાન જિલ્લાના અનુભવી વ્યાયામ શિક્ષકો કે વ્યાયામ મંડળને કોઈપણ પ્રકારના સહકાર કે વિશ્ર્વાસમાં લેવામાં આવ્યા નથી. મોટાભાગની સ્પર્ધાઓનુ આયોજન અનુભવી કાયમી વ્યાયામ શિક્ષકોને બદલે કરાર આધારિત ટ્રેનરોના ભરોસે છોડી દેવામાં આવ્યુ છે. જેના કારણે રમતોના સંચાલન અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ અંગે મહિસાગર જિલલા વ્યાયામ મંડળના પ્રમુખ અને ઉચ્ચતર સેક્ધડરી વ્યાયામ મંડળના પ્રમુખ અલ્કેશભાઈ પટેલ દ્વારા તિવ્ર વિરોધ સાથે રજુઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ કે, ખેલ મહાકુંભ જેવા મોટા આયોજનમાં રમતવીરોની સુરક્ષા અને યોગ્ય મેદાનની સુવિધા પ્રાથમિકતા હોવી જોઈએ. વ્યાયામ શિક્ષકો અને મંડળને દુર રાખીને કરાર આધારિત કર્મચારીઓ દ્વારા થતાં આવા લોલમલોમ આયોજનથી ખેલાડીઓનુ ભવિષ્ય જોખમાય છે. તંત્ર દ્વારા યોગ્ય સુવિધાવાળા મેદાનોની પસંદગી થાય અને અનુભવી વ્યાયામ શિક્ષકોને સાથે રાખીને આયોજન કરવામાં આવે તે અત્યંત જ‚રી છે.