વડોદરા-દાહોદ મેમૂ ટ્રેન વધુ ૩ દિવસ બંધ રહેશે : વૈકલ્પિક ટ્રેનોનો ઉપયોગ કરવા અપીલ

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા-ગોધરા-દાહોદ મેમૂ ટ્રેનનું રદ્દીકરણ ૫ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. અગાઉ આ ટ્રેન ૨ ઓગસ્ટ સુધી રદ કરાઈ હતી.

ઓડિશાના પુરી ખાતે યોજાઈ રહેલી રથયાત્રાને કારણે વધારાના મુસાફરોની ભીડને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ આ નિર્ણય લીધો છે. પુરી ‚ટ પર વધારાની સેવા માટે મેમૂ ટ્રેનની રેક મોકલવામાં આવી છે. ટ્રેન નંબર ૬૯૨૩૩/૬૯૨૩૪ વડોદરાદાહોદવડોદરા મેમૂને શ‚આતમાં ૭ જુલાઈથી ૨ ઓગસ્ટ સુધી, એટલે કે ૨૬ દિવસ માટે રદ કરવામાં આવી હતી. હવે પશ્ચિમ રેલવેએ આ નિર્ણયમાં ફેરફાર કરીને રદ્દીકરણની અવધિ ૫ ઓગસ્ટ સુધી લંબાવી છે.

આ સુધારા મુજબ, આ ટ્રેન હવે ૫ ઓગસ્ટ સુધી સંપૂર્ણપણે રદ રહેશે. આ નિર્ણયને કારણે ગોધરા, દાહોદ અને વડોદરા વચ્ચે રોજિંદી અવરજવર કરતા હજારો મુસાફરોને વધુ કેટલાક દિવસો સુધી મુશ્કેલીનો સામનો કરવો પડશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને વૈકલ્પિક ટ્રેનોનો ઉપયોગ કરવા અપીલ કરી છે.