ગોધરાના રામસાગર તળાવમાં માછીમારી કરવાની જાળીમાં ફસાયેલ અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો

ગોધરા શહેરના મધ્યમાં આવેલા રામસાગર તળાવમાંથી આજે એક અજ્ઞાત યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર વ્યાપી ગઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, ગોધરા નગરપાલિકા ફાયર વિભાગની ટીમને માછીમારી માટે ઉપયોગમાં લેવાતી જાળીમાં આશરે ૩૦ વર્ષના એક યુવકનો મૃતદેહ ફસાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ ગોધરા એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને બહાર કાઢી જ‚રી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલના પીએમ ‚મ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ સ્થાપિત કરવા તેમજ તેના વાલીવારસોની શોધખોળ શ‚ કરી છે. યુવકના મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.