ઊંઝા શહેરના ગોળાઈ ગેટ નં.૮ની સામે ક્રિષ્ના મીલના કમ્પાઉન્ડમાંથી અલગ અલગ કેન્ટેનરો મારફતે મુદ્રા પોર્ટ ખાતે મોકલેલા જીરું, ગ્રીન ઈલાયચી વેગરે ચીજવસ્તુઓમાંથી કુલ .૨૦,૪૨,૮૦૪ના માલની ચોરી થઈ જતાં ત્રણ જણા સામે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
ઊંઝા શહેરની સરસ્વતી સોસાયટીમાં રહેતા જીતેનકુમાર અગ્રવાલ સુમન એક્સપોર્ટમાં મેનેજર તરીકે કામ કરે છે. જેઓએ ગઈ તા.૧૨ નવેમ્બર ૨૦૨૫થી તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી અલગ અલગ કેન્ટનેરો મારફતે દૃુબઈ, મલેશિયા સહિતના દૃેશોમાં જીરું સહિતની ચીજવસ્તુઓ મોકલવામાં આવી હતી. જે ચીજવસ્તુઓ મૂળ સ્થળે પહોંચતાં દૃરેક કેન્ટેનરમાં ઘટ જોવા મળી હતી. જેથી જીતેનભાઈએ તપાસ કરતાં જીરું, ગ્રીન ઈલાયચી સહિતની ચીજવસ્તુઓ મળી કુલ .૨૦,૪૨,૮૦૪ની ઘટ જોવા મળી હતી. ઊંઝાથી મુદ્રા જવાના રસ્તા ઉપર કોઈપણ જગ્યાએ આ માલની ચોરી કરીને વિશ્ર્વાસઘાત કરાયો હોવાનું તેમને જણાયું હતું. જેથી તેઓએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં બંકારામ એદૃારામ (રહે. બાડમેર, રાજસ્થાન), રાજેશકુમાર ભોલારામ (રહે.બનોની કાકડોન કી ધાની, જિ.બાડમેર, રાજસ્થાન) તેમજ જસારામ પદૃમારામ (રહે.પણજી તા બાયતું, જિ. બાડમેર, રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો દૃાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.