
સુરેન્દ્રનગર તથા વઢવાણ શહેરમાં અલગ અલગ સ્થળો પર ગાંધીનગર ઈ.ડી.ની ટીમ દ્વારા દરોડાનો મામલે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ઈડીની આ કાર્યવાહી દરમિયાન વઢવાણ ખાતેસુરેન્દ્રનગરમાં ઈડીની રેડ: વહેલી સવારે નાયબ મામલતદારની ધરપકડ કરાઇની તેના નિવાસસ્થાનેથી અંદાજે ૨૦ કલાકના સર્ચ ઓપરેશન બાદ આજે વહેલી સવારથી તેમની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી છે.
વિગતવાર વાત કરીએ તો, ગાંધીનગર ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની અલગ-અલગ ટીમો દ્વારા ગઈકાલે સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીની આ કાર્યવાહીમાં જિલ્લાના કલેક્ટર અને નાયબ મામલતદાર સહિતના મોટા ગજાના અધિકારીઓ અને મહેસૂલ વિભાગના કર્મચારીઓ રડારમાં હોવાથી ગઈકાલે અનેક સરકારી અધિકારીઓના નિવાસસ્થાને ઈડ્ઢની વિવિધ ટીમોએ ધામા નાખ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન ઈડીની ટીમ જિલ્લાના કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ તથા વઢવાણ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના નિવાસસ્થાને પહોંચી હતી અને રેડની કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરાંત સરકારી કર્મચારી મયુરસિંહ ગોહિલ, રતનપર રહેતા વકીલ ચેતન કણઝરીયાના ઘરે, જિલ્લા કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા લખતર નિવાસસ્થાને પણ આજે સવારથી સરપ્રાઈઝ દરોડા પાડવામાં આવ્યા હતા.
જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના સરકારી નિવાસસ્થાને ઈ.ડી.ની ટીમ દ્વારા વહેલી સવારથી સર્ચ ઓપરેશન બાદ મોડી રાત્રે ટીમો થઈ રવાના હતી, અંદાજે ૧૬થી ૧૮ કલાક કલેક્ટરના સરકારી નિવાસસ્થાને ઈ.ડી.ની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન ચાલ્યું હતું, જોકે આ કાર્યવાહીમાં જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ અંગે તો કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી, પરંતુ અંદાજીત ૨૦ કલાકની કાર્યવાહીને અંતે આજે વહેલી સવારે વઢવાણ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાઈ હોવાના સમાચાર સામે આવ્યા છે.
હાલની માહિતી મુજબ, બેનામી સંપત્તિ તેમજ કથિત અલગ અલગ જમીન કૌભાંડને યાને લઈ ગાંધીનગર ઈ.ડી.ની અલગ અલગ ૧૦થી વધુ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે આ મામલે ઈ.ડી.ની ટીમ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી અને આ મામલે તેમને પૂછતાં તેઓ કંઈપણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે.
વધુમાં તાજેતરની અપડેટ મુજબ, આજે વહેલી સવારે ઈડીની ટીમ દ્વારા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરાયા બાદ હવે તેઓને અમદાવાદની વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ૧૪ દિવસના રિમાન્ડની માગ કરવામાં આવશે, ત્યારે આગામી સમયમાં આ બાબતે સરકારી અધિકારી અને કર્મચારીઓનું મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના પર સૌકોઈની નજર રહેશે.