
પલસાણા તાલુકાના ચલથાણ ગામે ગત ૧૭મી તારીખે સર્જાયેલી ગેસ લીકેજ અને બ્લાસ્ટની ભયાનક ઘટનાએ આજે અત્યંત કરુણ વળાંક લીધો છે. બંધ ઘરમાં આખો દિવસ ગેસ લીક થયા બાદ થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ગંભીર રીતે દૃાઝી ગયેલા ૬ પૈકી ૩ વ્યક્તિઓએ સારવાર દરમિયાન દમ તોડ્યો છે.
મૃતકોમાં ઘર માલિક, પાડોશી મહિલા અને એક નિર્દૃોષ બાળકનો સમાવેશ થાય છે. આ ઘટનાએ ઔદ્યોગિક વિસ્તારોમાં સુરક્ષાના ધજાગરા ઉડાવતા ગીચ અને વેન્ટિલેશન વગરના ભાડાના મો સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ચલથાણની ખુમાનિંસહ વાડી વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં નીરજ શ્રીકાંત મિશ્રા (ઉ.વ. ૪૦) રહેતા હતા. ગત ૧૭મી તારીખે સવારે રસોઈ બનાવ્યા બાદૃ તેઓ અજાણતા ગેસ ચાલુ મૂકીને નોકરી પર નીકળી ગયા હતા. આખો દિવસ બંધ ઘરમાં ગેસ લીક થતો રહૃાો હતો. મમાં હવા-ઉજાસ કે વેન્ટિલેશનની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ગેસ બહાર નીકળી શક્યો ન હતો અને આખું ઘર વિસ્ફોટક ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું હતું.
સાંજે નીરજ મિશ્રા જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે પાડોશી મહિલા દૃુર્ગાવતી દૃેવી (ઉ.વ. ૩૮) એ તેમને ગેસની દૃુર્ગંધ આવતી હોવાની જાણ કરી હતી. નીરજે સાવચેતી રાખવાને બદૃલે જેવો ઘરનો દરવાજો ખોલીને લાઈટની સ્વિચ ચાલુ કરી, કે તરત જ ઇલેક્ટ્રિક સ્પાર્ક થતા ઘરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે નીરજ મિશ્રા સહિત બહાર ઉભેલા પાડોશી દૃુર્ગાવતી દૃેવી અને તેમના ચાર બાળકો તેની ઝપેટમાં આવી ગયા હતા.
બ્લાસ્ટમાં ગંભીર રીતે દૃાઝી ગયેલા તમામ ૬ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, નસીબને કાંઈક બીજું જ મંજૂર હતું. ટૂંકી સારવાર દરમિયાન ૩ લોકોએ દૃમ તોડી દૃીધો, જેમાં ઘર માલિક નીરજ શ્રીકાંત મિશ્રા (ઉ.વ. ૪૦), ૩૮ વર્ષીય દૃુર્ગાવતી અજયકુમાર યાદવ (પાડોશી) અને તેના દિૃકરા અનુજનો સમાવેશ થાય છે. હાલમાં અન્ય ૩ બાળકો હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમના માટે સ્થાનિકો પ્રાર્થના કરી રહૃાા છે.
“ઘટનાની જાણ થતા જ કડોદૃરા જીઆઇડીસી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા, જેમાંથી ત્રણના મોત નીપજ્યા છે. હાલ પીએસઆઇ જે. ડી. મીર આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહૃાા છે.”