
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની સૂચનાથી જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ પાઠક તેમજ નગરપાલિકાના ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ સહિત ભાજપના આગેવાનોએ નગરના નીચાણવાળા વિસ્તારની લીધી મુલાકાત.

શહેરામાં ગુરૂવાર રાતથી શુક્રવાર દરમિયાન સાત ઇંચથી વધુ ભારે વરસાદ પડ્યો હતો.જ્યારે વરસાદી માહોલને લઈને બજારોમાં લોકોની અવરજવર પર બ્રેક લાગી હતી. ભારે વરસાદી સ્થિતિને પગલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની સૂચનાથી જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, નગરપાલિકા ઉપપ્રમુખ હિંમતસિંહ પગી, પાલિકા કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી તેમજ ભાજપ અગ્રણી પરેશ બારીયા અને ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના આગેવાનોએ નગરના નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. જ્યારે તાલુકામાં આવેલા નદી, કોતર અને જળાશયમાં નવા પાણીની ભરપૂર આવક થઈ હતી.

શહેરા તાલુકામાં ગુવારની રાત્રિથી શ થયેલા વરસાદે શુક્રવારના દિવસ દરમિયાન પણ પોતાનું રૌદ્ર સ્વપ બતાવ્યું હતું. ચોમાસાની જામતી ઋતુ વચ્ચે ૨૦ કલાકમાં સાત ઇંચથી પણ વધુ વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.ભારે વરસાદના કારણે મુખ્ય બજારોમાં લોકોની અવરજવર પર બ્રેક લાગી ગઈ હતી, જ્યારે રોડ પર નીકળેલા લોકોને છત્રી અને રેઈનકોટનો સહારો લેવો પડ્યો હતો.નગરના અણિયાદ ચોકડી પાસે સતત વાહનોથી ધમધમતા હાલોલ-શામળાજી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.ભારે વરસાદી સ્થિતિને પગલે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની સૂચનાથી જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, નગરપાલિકા ઉપપ્રમુખ હિંમતસિંહ પગી, પાલિકા કારોબારી અધ્યક્ષ જેકી મુલચંદાણી તેમજ ભાજપ અગ્રણી પરેશ બારીયા અને ઇન્દ્રજીતસિંહ પરમાર સહિતના આગેવાનોએ નીચાણવાળા વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી.હાઈવે પર ભરાયેલા પાણીના ઝડપી નિકાલ માટે જેસીબી મશીનની મદદથી અમુક જગ્યાએથી ડિવાઈડર તોડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન હાઈવેની ગટર લાઈનમાં વરસાદી પાણીના નિકાલ માટેના કટ-આઉટ પૂરાઈ ગયેલા જોવા મળતા, જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક અને તેમની ટીમે પોતે પાવડો હાથમાં લઈને માટી હટાવી પાણીનો નિકાલ કરાવવાની કામગીરી કરી હતી.મેઘરાજાએ મન મૂકીને વરસાવેલા આ પધરામણાથી વિસ્તારમાં ચોમાસાની ઋતુનો ખરો અહેસાસ થયો હતો. સતત અને સારા વરસાદને કારણે પંથકના ખેડૂતોમાં ભારે હરખની હેલી જોવા મળી છે, કારણ કે આ વરસાદથી ખેતી પાકને ફાયદો થવાની શક્યતા છે.મેઘરાજા મન ભરીને વરસતા પંથકની નદીઓ, કોતરો અને જળાશયોમાં પાણીની ભરપૂર નવી આવક થઈ હતી. સતત વહેતા પાણીના લીધે ચેકડેમો અને તળાવોના સ્તરમાં મોટો વધારો જોવા મળ્યો હતો.