સ્વછતા પખવાડિયા નિમિત્તે.જે.વી.હાઇસ્કુલ.જનોડ બાલાસિનોર ખાતે નિબંધ સ્પર્ધા યોજાઈ

ભારત સરકારના યુવા કાર્ય અને ખેલકૂદ મંત્રાલય અંતર્ગત મેરા યુવા ભારત મહીસાગર દ્વારા જે.વી.હાઇસ્કૂલ જનોડ, બાલાસિનોર (મહીસાગર) ખાતે સ્વછતા પખવાડિયા નિમિત્તે નિબંધ સ્પર્ધા યોજાઈ. જેમાં મોટી સંખ્યામાં યુવા વિધાર્થીઓ એ નિબંધ સ્પર્ધા ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેમાં વિજેતાને પ્રમાણપત્ર, ટ્રોફી, આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

શાળાના આચાર્ય કે.ડી. ગમારા તેમજ શાળાના સિનિયર હેમલતાબેન.પટેલ, રજની પટેલ અને શાળાના તમામ સ્ટાફમિત્રો દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું. જીલ્લા યુવા અધિકારી સ્નેહા પ્રજાપતએ શાળાના તમામ કર્મચારીઓ તેમજ યુવા વિધાર્થીઓ હાર્દિક અભિનંદન સાથે ધન્યવાદ પાઠવ્યા હતા.