સંતરામપુર પોલીસ મથક લૂંટ કેસના ૨૦ વર્ષથી વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી. એ ઝડપ્યો

મહીસાગર જઘૠએ મધ્યપ્રદેશના મેઘનગર રેલવે સ્ટેશન પરથી ૨૦ વર્ષથી ફરાર લૂંટ અને ધાડના આરોપી પીકું ભુરિયાને ઝડપી પાડ્યો છે. સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વર્ષ ૨૦૦૬ના ગુનામાં આ આરોપી લાંબા સમયથી વોન્ટેડ હતો. જીલ્લા પોલીસ વડાની સૂચનાથી હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશન દરમિયાન બાતમીના આધારે જઘૠ ટીમે સફળ કાર્યવાહી કરી આરોપીને દબોચી લીધો હતો.

મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને પકડવા ઝુંબેશ શ‚ કરાઈ હતી. જઘૠ ઙઈં વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ ઙજઈં એચ.બી. સિસોદીયાની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. મધ્યપ્રદેશના મેઘનગર રેલવે સ્ટેશન પરથી લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપી પીકું ભુરિયાને સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૦૬માં સંતરામપુરના આંબા ગામે ભજનમાં જઈ રહેલા ફરિયાદી અને સાહેદોને રસ્તામાં રોકવામાં આવ્યા હતા. હુમલાખોરોએ પથ્થરમારો કરીને તેમની મોટરસાયકલ, રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. આ બનાવ અંગે સંતરામપુર પોલીસ મથકે લૂંટ અને ધાડ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

ઝડપાયેલો આરોપી પીકું ભુરિયા મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લાના થાંદલા તાલુકાના નેગડીયા ગામનો વતની છે. જઘૠ ટીમે આરોપીની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને સંતરામપુર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.