સંતરામપુર નજીક આવેલા નાળ વિસ્તારમાં ઈલેક્ટ્રીક મેન વાયર તૂટી પડતા જોખમી કારક બન્યો

સંતરામપુર નજીક આવેલા નાણ વિસ્તારમાં આશરે ૧૫ થી ૨૦ પરિવારો આ ફળિયામાં રહે છે અને મોટાભાગના લોકો અહીંયા ખેતીનું કામ કરે છે. સંતરામપુર થી સુલીયાત સુધી મેન વાયર ૩૩ સબનું નાખેલો છે, જે ખેતરમાં જ તૂટી પડતા આજુબાજુના રહેતા સ્થાનિક લોકોમાં જીવ જોખમમાં મુકાયેલો છે. વારંવાર મધ્ય ગુજરાત વીજ કંપનીમાં રજૂઆત કરવા છતાંય આને ફોન દ્વારા પણ જાણ કરવા છતાં કામગીરી કરવામાં આવેલ નથી. ખેતરની અંદર જ જીવંત વાયર તૂટી પડવાના કારણે મૂંગ પશુઓ ખેતરમાં કામ કરતા ખેડૂતોની જીવનો જોખમ વધી રહેલો છે. આના કારણે કોઈ ઘટના ન બને તે માટે ખેડૂતો અને મૂંગા પશુઓની છેલ્લા બે ઘણા સમયથી આંગણે જ બાંધી રાખવામાં આવેલા છે અને ખેતરમાં કામ કરવાનું પણ બંધ કરી દેવામાં આવેલું છે. તંત્રની બેદરકારીના કારણે મોટી હોનારત ઘટના બનવાની સંભાવના જોવા રહેલી છે, તેમ છતા મધ્ય ગુજરાત વીજ કંપનીની બેદરકારીના કારણે અત્યાર સુધી કામગીરી કરવામાં આવેલ નથી અને છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં વીજ પુરવઠો પણ બંધ પડેલો છે. આના કારણે ખેડૂતનો ખેતીનું કામ પણ બંધ થઈ ગયું છે. ખેતર માંથી પસાર થવું પણ અઘરૂ બની ગયેલુ ચાલુ વાયર પડી જવાના કારણે નીચે ચારે બાજુ વીજ પ્રવાહ ચાલુ જ જોવા ચાલુ હોવાના કારણે ખેતરની કામગીરી પણ કરી શકતા નથી. પાંચ થી દસ વાર વારંવાર ફોન કરવાથી પણ યોગ્ય જવાબ પણ આપવામાં આવેલો નથી.

વારંવાર રજૂઆત કરવા છતાંય અત્યાર સુધી ચાલુ વીચ પુરવડો બંધ નથી. કરવામાં આવેલો અને વાયર ટોટલ નીચે પડેલો છે. જીવ અમારા જોખામાં મુકેલો છે. : મછાર કનુભાઈ, નાળ ફળિયુુ સંતરામપુર…