
પંચમહાલના પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે આવતા યાત્રિકો માટે મહત્વના સમાચાર છે. યાત્રાધામમાં કાર્યરત રોપ-વે સેવા આગામી ૧૬ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી સુધી, એમ કુલ ૬ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જેને પગલે પાવાગઢ માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોએ ફરજીયાતપણે પગથિયાં ચડીને ઉપર મંદિરે પહોંચવું પડશે. જ્યારે ૨૨ ફેબ્રુઆરીથી ફરી ઉડનખટોલાની સેવા કાર્યરત થશે.
દર્શનાર્થીઓ માટે રોપ-વે બંધ રહેશે રોપ-વેનું સંચાલન કરતી સંસ્થા ઉષા બ્રેકો લિમિટેડેના જણાવ્યા અનુસાર, મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું છે. રોપ-વેની ટેકનિકલ સુવિધાઓની નિયમિત તપાસ, રિપેરિંગ અને સુરક્ષા સંબંધિત મેઇન્ટેનન્સ કામગીરી માટે આ સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.
બંધ રહેવાનો સમયગાળો: ૧૬ ફેબ્રુઆરીથી ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૬
સેવા પુન: શ થવાની તારીખ: ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬
કારણ: વાર્ષિક મેઇન્ટેનન્સ અને ટેક્નિકલ સુરક્ષા ચકાસણી
વૃદ્ધ અને અશક્ત શ્રદ્ધાળુઓએ ધ્યાન લેવું રોપ-વે સેવા બંધ રહેવાને કારણે આ ૬ દિવસ દરમિયાન માતાજીના દર્શનાર્થે આવતા ભક્તોએ ફરજીયાતપણે પગથિયાં ચડીને ઉપર મંદિરે પહોંચવું પડશે. ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓએ આ ફેરફારની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, પાવાગઢ ખાતે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે, ત્યારે સુરક્ષાના હેતુથી કરવામાં આવતી આ કામગીરી બાદ ૨૨ ફેબ્રુઆરીથી સેવાઓ ફરી રાબેતા મુજબ કાર્યરત થશે.