સંતરામપુરના નવા ડગબરવાસમાં એક વર્ષથી પાણીનો નિકાલ માટે અનેક રજુઆતો છતાં નિકાલ ન આવ્યો

ગુજરાત સરકાર સ્વચ્છતા માટે પેટ ભરીને ગ્રાન્ટ આપે છે કે, શહેર ચોખ્ખું રહે નગર ચોખ્ખું રહે પરંતુ આ વિસ્તારમાં એક વર્ષથી કોઈ પાણીનો નિકાલ ન કરતા મુશ્કેલીમાં મુકાયા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહેલી છે. મચ્છર અને ઉપદ્રવ વધી રહ્યો છે. આ જ વિસ્તારમાં ૩૦૦ ઉપરાંત વસ્તી ધોરણમાં સ્થાનિક રહીશો વસવાટ કરી રહેલા છે અને સૌથી વધારે અહીંયાથી જ પસાર થવા માટેનો રસ્તા ઉપર ઉપયોગ કરતા હોય છે. સંતરામપુરના દરેક વિસ્તારોમાં ‚પિયા ૧૭ કરોડ ખર્ચીને ભૂગર્ભ ગટર યોજના પૂર્ણ કરવામાં આવેલી હતી, જ્યાં પાણીનો નિકાલ કરવાનો છે એની બાજુમાં જ સૌથી મોટું ભૂગર્ભ ગટરનું ચેમ્બર પણ આપેલું છે, પરંતુ નગરપાલિકાને ચેમ્બરમાં કનેક્શન આપવામાં આળસાઇ જોવા મળેલી છે. આવી સામાન્ય કામગીરી કરવામાં નગરપાલિકા નિષ્ફળ ગયેલી છે. આ જ વિસ્તારના છેલ્લા એક વર્ષથી અન્યાય થઈ રહ્યો છે તેવું જોવા મળી આવેલું છે. અગામી સમયમાં દશામાં ન તહેવારો નજીક આવી રહેલા છે ને સૌથી વધારે આ વિસ્તારમાં દશામાનું વ્રત, ગણેશ સ્થાપના, રાધાકૃષ્ણનું મંદિર અને ગરબાનું પણ મોટા પાય આયોજન થતું હોય છે. પરંતુ આવી પરિસ્થિતિમાં મોટાભાગના સ્થાનિક રહી સૌની નારાજગી જોવા મળી આવેલી છે. જો નગરપાલિકા વિસ્તારમાં સ્થાનિક રહીશોમાં ચર્ચાઓને એક વિષય બન્યો છે કે, સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે પરંતુ સુવિધા પૂરી પાડવામાં આવતી જ નથી. જો તપાસ કરવામાં આવે દર માટે સ્વચ્છતા માટેના અને નગરની સફાઈ માટે મોટા બિલ્લો મુકાતા અને તેની પાછળ ખર્ચ પણ વધારો થઈ રહ્યો છે, જે ખરેખર તપાસનો વિષય પણ બન્યો છે.

અમારા વિસ્તારમાં રોડની વચ્ચે પાણીનો ભરચક જોવા મળી રહ્યો છે અને કચરાના ઢગલા થઈ રહ્યા છીએ જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેવાની હવે અમે ફરિયાદ કરવાનું બંધ કરી દીધું વહેલી તકે આ પાણીનો નિકાલ કરી અને ચેમ્બરમાં કનેક્શન આપી દે તેવી અમારી માંગણી છે.:- સ્થાનિક રહીશ, મહેશભાઈ…