સંતરામપુર નગરના ગોધરા ભાગોળ વિસ્તારમાં વરસાદી પાણીની નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ

સંતરામપુર નગરપાલિકા દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી પરંતુ ‚પિયા સાડા ચાર કરોડનો કોન્ટ્રાક્ટ હોવા છતાંય કામગીરીમાં નબળાઈ જોવા મળી આવ્યું.

નગરના વિકાસ માટે અને કામગીરી સારી થાય તે માટે સરકાર સંપૂર્ણ રકમ ફાળવતી હોય છે. ૪.૩૦ કરોડનો પ્રોજેક્ટ જે સંતરામપુર નગરમાં વર્ષોથી કોલેજ રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે હાલાકી ભોગવવી પડતી હતી. નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ મંજૂર કરીને કામગીરી હાથ ધરવામાં આવેલી હતી,પરંતુ કામગીરી દરમિયાનમાં આ કોન્ટ્રાક્ટરે જૂનું અથવા ટુટેલું ભૂંગળું નાખવામાં આવી રહ્યું છે, જે ખરેખર તપાસનો વિષય બન્યો છે. અત્યારે પણ સ્થળ ઉપર નગરપાલિકાના બાંધકામ કે જવાબદાર અધિકારીઓ પણ કામગીરી દરમિયાનમાં જોવા નથી મળતા તૂટેલું જૂનું જ ભૂંગળું બેસાડી દેવામાં આવેલું છે અને આ વરસાદને પાણીની લાઈનમાં જરાય પણ લેવલ જોવાતું જ નથી, જ્યારે ચેમ્બર દરમિયાનમાં બનાવતી વખતે પણ કામગીરીમાં વેટ ઉતારેલું વાયરલ હોય છે. આટલો મોટો પ્રોજેક્ટ હોવા છતાંય અત્યાર સુધી બાંધકામ અધિકારીએ સ્થળ ઉપર નિરીક્ષણો જ નથી કર્યું. જ્યારે બીજી બાજુ ચાર્જમાં આવેલા ચીફ ઓફિસર પણ સાત દિવસ સુધી જોવા જ મળ્યા નથી. હવે ખરેખર આવી કામગીરી પર થયેલા અનેક સવાલો પણ ઊભા થયા આજે જે ખરેખર ચર્ચાનો વિષય બન્યો છે. એસટીમાં મુજબ જો કામગીરીની તપાસ કરવામાં આવે તો ઘણો મોટો તફાવત જોવા મળી આવે છે.